આ વિઝા બિઝનેસ મેન અને રોકાણકારો તેમજ ડોક્ટરો અને એવા જ બીજા પ્રોફેશનના લોકોને આપવામાં આવતા હતા. જ્યાં હવે તેની માંગને ધ્યાનમાં રાખીને હવે કલાકારોને આ વિઝા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.એટલે જ સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને યુ.એ.ઈ સરકારે Golden Visa આપ્યા છે. હવે તે તેના પરિવાર સાથે ત્યાં વર્ષો સુધી રહી શકશે.તેમને વારંવાર વિઝા માટે અરજી નહિ કરવી પડે.અલ્લુ અર્જુને પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે આ વાત શેર કરી છે. તેણે દુબઈ સરકારનો પણ આભાર માન્યો હતો.
આ ગોલ્ડન વિઝા મેળવનારા લોકો અબુધાબી અથવા યુ.એ.ઈની રાજધાની દુબઈ જેવા અમીરાતમાં દસ વર્ષ સુધી રહી શકે છે. વાસ્તવમાં યુએઈના Golden Visa Dubaiમાં 10 વર્ષની રેસીડેન્ટ પરમિટ છે. golden visa સૌપ્રથમ 2019માં રજૂ કરવામાં આવ્યા હતા.2019માં વિદેશીઓને તેમના દેશમાં લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવા માટે એક વિશેષ સિસ્ટમની સ્થાપના કરી છે. લાંબા ગાળાના રેસીડેન્સી વિઝા રજૂ કર્યા છે. શરૂઆતમાં તેનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હતો. બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં તે વધારીને દસ વર્ષ કરવામાં આવ્યું હતું. આ વિઝા ધારકો તેમના જીવનસાથી, બાળકો અને માતા-પિતા સાથે દસ વર્ષ સુધી અબુ ધાબીમાં રહી શકે છે.
Golden Visa ધારકો 100% માલિકી સાથે તે દેશમાં રહી પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે છે. જો કે સામાન્ય લોકો માટે આ વિઝા મેળવવું શક્ય નથી.સામાન્ય લોકોને આ વિઝા મેળવવા માટે પોતાની લઘુતમ આવક મિનિમમ ૨૦કરોડ હોવી જોઈએ. કારણ કે 2018ના કેબિનેટ ઠરાવ નંબર 56 મુજબ યુ.એ.ઈમાં રહેવા માટે અરજી કરતાં રોકાણકારોની લઘુત્તમ આવક રૂપિયા 21 કરોડ હોવી જોઈએ અને સેલિબ્રિટીઝની વાત કરીએ તો તેઓ ખૂબ જ લોકપ્રિય હોય તો જ આ વિઝા માટે પાત્ર છે.
યુ.એ.ઈ સરકાર તરફથી પ્રથમ ‘ગોલ્ડન વિઝા’ મેળવનારા પ્રથમ સેલિબ્રિટીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેના પછી સંજય દત્ત અને સાનિયા મિર્ઝાને પણ ગોલ્ડન વિઝા મળ્યા હતા. મૌની રોય, બોની કપૂર, સંજય કપૂર, વરુણ ધવન,કમલ હાસન,સુનીલ શેટ્ટી, નેહા કક્કર, ફરાહ ખાન, મામૂટી, મોહનલાલ, સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, રણવીર સિંહ, રામ ચરણની પત્ની ઉપાસના, વિક્રમ, ત્રિશા, કાજલ અગ્રવાલ, દુલકર સલમાન, મીના, વિજય સેતુપત જેવા ઘણા બધા સેલિબ્રિટીઝને Golden Visa મળ્યા છે.આ લિસ્ટમાં હવે અલ્લુ અર્જુનનું નામ પણ સામેલ થયું છે.આ બધા તે દેશમાં કોઈપણ લાંબા ગાળાના નિયંત્રણો વિના મુક્તપણે રહી શકે છે.
તમને જણાવી દઈએ કે, દસ વર્ષની મુદત પૂરી થયા પછી વિઝા આપોઆપ રિન્યુ થાય છે. આ સંદર્ભમાં ‘Golden Visa’ મેળવનારા સેલિબ્રિટીઓ ત્યાંના નાગરિકોની જેમ કોઈપણ સમસ્યા વિના ત્યાં રહી શકે છે.