75 હજારથી લઈને 15 લાખ સુધીની કિંમત ના કુતરા પાડી રહ્યા છે ભારતના લોકો.
માણસ નો સૌથી વફાદાર દોસ્ત એ કૂતરો છે, અને તેની વફાદારીને આંકી શકાય એમ નથી. કૂતરો એ આનંદ અને પ્રેમ નો અનંત સ્રોત માણસ પર વર્ષાવે છે, કોઈ પણ જાતનો કૂતરો હોય તેના વફાદારીના ગુણને મૂલવી શકાય નહિ. પાલતુ કૂતરાને ખરીદવા માટે લોકો ખર્ચ કરવામાં પણ પાછળ પડતા નથી. એનો અર્થ એવો નથી કે વધુ પૈસા ખર્ચવાથી વધુ સારા કૂતરા મળશે. કૂતરાની જાત પ્રમાણે તેની ગુણવત્તાવાળા અને કિંમત નક્કી થાય છે. ખર્ચ ન કરવા ઇચ્છતા લોકો કૂતરાને દત્તક લેતા હોય છે. જો તમારે પાલતુ કૂતરો લેવાની ગણતરી હોય તો તમારો કૂતરાની કિંમત સિવાય તેના સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુસંગતતા, માવજત અને તાલીમની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી ને નિર્ણય લેવો જોઈએ. શું તમને આ વાતની ખબર છે કે કૂતરો કેટલો મોંઘો હોઈ શકે છે, ભારતમાં કૂતરાની ટોચની પાંચ સૌથી મોંઘી પ્રજાતિઓ વિશે જાણવા માટે આગળ વાંચો.
રેડ નોઝ પિટબુલ ટેરિયર જાતિ ના કૂતરા ભારતમાં સૌથી કિંમતી છે. આ કૂતરા મધ્યમ કદનાં હોય છે, શક્તિશાળી કૂતરાઓની જાત એ મોલોસર જાતિ છે જે મૂળ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના છે. કૂતરાની આ જાતિ એકદમ નીડર હોય છે. તેઓ પીછો કરવામાં, ઊંચો કૂદકો મારવા માં પાવરધા હોય છે.
મૂળ ઇંગ્લેન્ડના ઇંગ્લિશ માસ્ટિફ કૂતરા ખુબ સારી જાતના ગણાય છે, આ કૂતરાનું માથું ખૂબ જ મોટું હોય છે. આ કુતરા સારી રીતભાતવાળા હોય છે. બાળકો અને પરિવારો સાથે આ કુતરા એકદમ શાંત, મૈત્રીપૂર્ણ અને રક્ષણાત્મક રીતે વર્તે છે. ઇંગ્લિશ માસ્ટિફ કૂતરા બહાદુર અને સમર્પિત ફેમિલી ડોગ્સ છે.
તિબેટ, નેપાળ અને ઉત્તર ભારતમાં હિમાલયનાં લોકપ્રિય વિશાળ માઉન્ટેન ડોગ ને તિબેટીયન માસ્ટિફ કહે છે. આ કૂતરાઓનું ઉદ્દભવ સ્થાન તિબેટ છે. તિબેટીયન માસ્ટિફ કૂતરો આરક્ષિત વ્યક્તિત્વ ધરાવે છે અને તે ગુસ્સેલ નથી હોતા પણ અજાણ્યા લોકોથી દૂર રહેવાનું તેઓ પસંદ કરે છે. તિબેટીયન માસ્ટિફ વર્ચસ્વ, જિદ્દી અને દૃઢ મનોબળ ધરાવે છે. આ કુતરા ખુબ હોંશિયાર હોય છે. આ કૂતરાને સારી ટ્રેનિંગની પણ આપી શકાય છે. તેમની બહાદુરી અને આક્રમકતા માટે આ જાતિને ખૂબ માન આપવામાં આવે છે. કહેવાય છે કે બે તિબેટીયન માસ્ટિફ એકસાથે ભેગા થઈ જાય તો સિંહ અથવા વાઘ પણ તેની સામે ઊભા રહી શકતા નથી.
અલાસ્કાના માલમ્યુટ્સ કૂતરાની જાત પ્રચંડ અને મજબૂત હોય છે, આ જાતિ ને ઘર માં પાળી શકતી નથી. તેમજ આ કુતરા ગરમ આબોહવામાં રહી શકે તેવા હોતા નથી. તેઓ ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે અને ઉત્તમ વોચડોગ તરીકે આ જાતિના કૂતરાઓની ગણનાં કરવામાં આવે છે. તેઓ કુદરતી રીતે મિલનસાર અને શાંત હોય છે, જો કે, આ કુતરા સમાન જાતિના કુતરાઓ સાથે આક્રમક વ્યવહાર કરતા હોય છે. જેથી નિષ્ણાતો બે માલમ્યુટને એકસાથે ન રાખવાની સલાહ આપે છે. તેઓ લીડરશીપ અને સ્પર્ધા વોળો સ્વભાવ ધરાવે છે, કુતરા રાખવામાં બિનઅનુભવી લોકોને આ જાતિ ન પાડવાની સૂચવવામાં આવે છે.
જાપાનમાં એક વિશિષ્ટ દેખાવ ધરાવતો કૂતરો અકીતા ઇનુ પણ કુતરાના ચાહકો માં જાણીતો છે. તેની ત્રિકોણાકાર આંખો કોઈને પણ આકર્ષી લે તેવી હોય છે. તેની વાંકડિયા વાળ ધરાવતી પૂંછડી ના કારણે તે મોહક દેખાવ ધરાવે છે. આ કુતરા હિંમતવાન અને કોઈપણ પડકાર ઝીલવા માટે તૈયાર હોય છે.