મોહન ભાગવતે કહ્યું – સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનો એકદમ સુરક્ષિત છે
“મોહન ભાગવતે ભારતીય મુસ્લિમોને આપી સલાહ, કહ્યું- ભારતમાં ડરવાની જરૂર નથી, અને વર્ચસ્વનો દાવો કરસો નહિ” : RSSના પ્રમુખ મોહન ભાગવત
RSSના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય મુસલમાનોને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે મુસલમાનો એ ભારતમાં ડરવાની જરૂર નથી પણ તેમણે વર્ચસ્વનો ભાવ છોડી દેવો જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે સરળ સત્ય એ છે કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસલમાનો એકદમ સુરક્ષિત છે. જો તે પોતાના વિશ્વાસ પર ટક્યા રહેવા માંગે છે તો તે કરી શકે છે. જો તે પોતાના પૂર્વજોની આસ્થામાં પાછા ફરવા માંગે છે તો તે આવું કરી શકે છે. જે પુરી રીતે તેમના હકમાં છે.
ભારતીય મુસલમાનો ને વર્ચસ્વ જમાવવાની ભાવના ને ત્યાગ કરવા કહ્યું
મોહન ભાગવતે RSS સાથે જોડાયેલા મેગેઝીન ઓર્ગેનાઇઝર અને પાંચજન્યને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હિન્દુઓમાં એવી હઠધર્મિતા નથી. હિન્દુસ્તાન મુસલમાનો માટે પણ એટલું જ સુરક્ષિત છે. તેમને વધુ માં જણાવ્યું હતું કે તેમણે વર્ચસ્વના નિવેદનોને છોડી દેવા જોઈએ. ભાગવતે કહ્યું કે મુસલમાનોએ આ વિચાર મૂકી દેવો જોઈએ કે એક વખત આ દેશ પર શાસન કર્યું હતું અને તેના પર ફરીથી શાસન કરીશું.
LGBTQના અધિકારો ઉપર પણ ભાગવતે પોતાના નિવેદન જણાવ્યા
મોહન ભાગવતે LGBTQના અધિકારોને લઇને કહ્યું કે એ લોકોને પણ જીવવાનો અધિકાર છે. વધારે હો-હલ્લા કર્યા વગર આપણે તેમને સામાજિક સ્વીકૃતિ પ્રદાન કરવા માટે એક માનવીય દ્રષ્ટિકોણ સાથે એક રસ્તો શોધવો જોઈએ. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પણ મનુષ્ય છે અને તેમની પાસે જીવવાનો અધિકાર છે. આ વાતને અને અમે એક સમસ્યાના રૂપમાં નથી જોતા. તેમનો એક સંપ્રદાય છે અને તેમના પોતાના ભગવાન અને દેવતા છે. તે લોકો પણ આપણા જીવનનો ભાગ છે. ભાગવતે કહ્યું કે આરએસએસ ઇચ્છે છે કે તેમનું પોતાનું અંગત સ્થાન હોય અને તેમને લાગે કે તે પણ સમાજનો ભાગ છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સ્થાપનાને 2025માં 100 વર્ષ પુરા થશે. આરએસએસ પોતાના શતાબ્દી વર્ષ 2025 સુધી દેશના બધા મંડળોમાં શાખા પ્રારંભ કરવાની યોજના પર ઝડપથી કામ કરી રહ્યું છે.