શિયાળાની ઠંડીમાં ગરમ પાણીનો ઉપયોગ મોટાભાગે દરેક વસ્તુમાં આપણે કરીએ છીએ. પછી તે નહાવાનું હોય, વાસણ ધોવાનું હોય કે કપડાં ધોવાનું હોય. તમે તમારે તમારા ઘર માટે કેવા geyser ખરીદવા જોઈએ અને geyserથી કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ?
geyser hot water નો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. પરંતુ ખરીદતી વખતે આપણે ઘણી બધી બાબતોને અવગણીએ છીએ. ગીઝરમાં કેટલાક ખાસ સુરક્ષા ફીચર્સ હોવા જોઈએ, જે તમને સુરક્ષિત રાખશે. ઉદાહરણ તરીકે, લિકેજને કારણે વીજ પુરવઠો બંધ થાય છે, પ્લગમાં પાણી પ્રવેશ્યા પછી પણ કોઈ આંચકો લાગતો નથી. એમાંથી ગેસ લીકેઝતો નથી ને આવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત, જો તમે hot water geyser ખરીદી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે સારા મટીરીયલથી બનેલું હોવું જોઈએ. ખરીદતી વખતે, જુઓ કે water geyser શોક પ્રૂફ છે. દબાણ સહન પણ કરી શકે તેવુ હોવું જોઈએ. તે વધારાના દબાણને સંભાળે છે અને ટાંકી ફાટવા જેવી સમસ્યાઓને અટકાવે છે.
ઘણીવાર લોકો સસ્તી વસ્તુની લાલચમાં નાની સાઈઝના water geyser લેતા હોય છે. પરંતુ તે વધુ ગરમ પાણી આપી શકતા નથી. તમે જો water geyser ખરીદવા માંગવા હો તો ધ્યાનમાં રાખો કે તમે કયા હેતુ માટે ગીઝર ખરીદવા માંગો છો. જો તમે કિચન માટે ગીઝર લેવા માંગતા હોય તો 1 લીટર, 3 લીટર અને 6 લીટર ગીઝર બેસ્ટ છે. 10 લીટરથી 35 લીટરના ગીઝર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.
જો તમે નવું ગીઝર ખરીદવા જઈ રહ્યા છો, તો સ્ટાર રેટિંગ પર ચોક્કસ ધ્યાન આપો.કારણ કે આ રેટિંગ સ્ટાર તમને વીજળી બચાવવામાં મદદ કરશે. 5 સ્ટાર રેટેડ geyser 25 ટકા જેટલી વીજળી બચાવે છે. હેવેલ્સ મેગ્નાટ્રોન એ ‘નો હીટિંગ એલિમેન્ટ ઇન્ડક્શન હીટ ટ્રાન્સફર ટેક્નોલોજી’ સાથેનું ભારતનું પ્રથમ વોટર હીટર છે, તે નહાવા યોગ્ય પાણી પૂરું પાડે છે અને કલાકો સુધી પાણીને ગરમ રાખે છે. તે 10થી 15 મિનિટમાં પાણીને ગરમ કરે છે.
ઘણા લોકો geyserની ખરીદી વખતે એ જાણતા નથી કે કંપની સર્વીસ કરશે કે નહિં, સાથે જ કંપની કેટલા વર્ષોની વોરંટી આપી રહી છે. ત્યારે જે પોપ્યુલર બ્રાંડના જ ગીઝર લેવા જોઈએ, જે લાંબા વર્ષો સુધી વોરંટી આપે. ગીઝર ખરીદીને લગાવ્યા પછી તેને વારંવાર સર્વિસ કરાવવવું જોઈએ.