અલ્ટ્રા આધુનિક યુગમાં હવે સ્માર્ટ ફોન એક અનિવાર્ય સાધન બની ચુક્યો છે. આવા સંજોગોમાં તેને લાંબો સમય સુધી ચલાવવા માટે પણ કેટલીક બાબતોની કાળજી રાખવી અત્યંત આવશ્યક બની રહે છે.
ખાસ કરીને બેટરી લાંબી ચલાવવા માટે થોડાક મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું આવશ્યક બની રહે છે. તમારા સ્માર્ટફોનની બેટરીને ચાર્જ કરતી વખતે તમે રાખેલી કાળજી, તમારા ફોનની બેટરીની આવરદા લાંબી કરે છે.
સ્માર્ટ ફોનમાં વપરાતી બેટરીમાં લિથિયમ આયનનો થાય છે. જે ચાર્જ કરવામાં કાળજી ન રાખવાથી તેની ચાર્જ અથવા ડિસ્ચાર્જ સાઈકલમાં ધટાડો થઇ શકે છે. મતલબ, પુરેપુરી ચાર્જ થઈ ગયા પછી પણ, બેટરી સંપૂર્ણ રીતે કામ કરતી નથી.
કેટલાક સ્માર્ટ ફોન યુઝર્સ બેટરી લો નું એલર્ટ મળ્યા પછી જ બેટરી ચાર્જ કરે છે. પરંતુ, હંમેશા બેટરી સમાપ્ત થવાની રાહ જોવી હિતાવહ નથી. ફોનમાંથી એલર્ટ મળતા પહેલા ફોનને ચાર્જમાં મુકી દો.
સેલ ફોનની ખરીદી વખતે સાથે આવેલું ઓફિશિયલ ચાર્જર જ વાપરવાનું રાખવું. જો અસલ ચાર્જર ઉપલબ્ધ ન હોય, તો તમે કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. લાંબા સમય સુધી અન-કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરીને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે.
તાજેતરમાં આવેલા નવા સ્માર્ટફોન બેટરી ફુલ ચાર્જ થયા પછી ચાર્જ થવાનું બંધ કરી દે છે. જો કે, તેનો અર્થ એવો નહી કે ચાર્જર પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે. મતલબ, 100 ટકા ચાર્જ થઇ ગયા પછી ફોનને કાઢી લેવો જોઈએ. બેટરી ચાર્જ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો. આવું કરવાથી ફોનની બેટરી ઝડપથી ચાર્જ થતી નથી અને બેટરીને નુકશાન પણ કરે છે.
કેટલાક લોકોને મોબાઈલ ચાર્જ કરતી વખતે ગેમ રમવાની આદત હોય છે. જે જોખમી નીવડી શકે છે. એટલું જ નહીં, તેની અસર ફોનની બેટરી લાઈફ પર પણ જોવા મળી રહી છે.
હવામાનની પણ બેટરી ઉપર ઘણી અસરો પડતી હોય છે. વધુ પડતું તાપમાન બેટરી પરનું દબાણ વધારે છે. જેના પરિણામે બેટરીની ક્ષમતા ઝડપથી ઘટી જાય છે. આથી ગરમ હવા વાળા રૂમમાં ફોનની બેટરીને ચાર્જ કરવી ન જોઈએ.