AIના કારણે હવે બાળકોની શીખવાની , યાદશક્તિની ક્ષમતા સતત ઘટી રહી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી માંગના કારણે શિક્ષણમાં મુશ્કેલીઓ વધી રહી છે. તેનો દુરુઉપયોગ વધી રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની 8 મોટી યુનિવર્સિટીઓ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા લેવાના બદલે હવે જૂની પ્રણાલી પ્રમાણે પેન- પેપરથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી રહી છે. જોકે, વિદ્યાર્થીઓ એઆઈ સોફ્ટવેર દ્વારા પરીક્ષામાં પ્રશ્નોના સાચા જવાબો આપી પોતાનો રેન્ક વધારી રહ્યા છે. જેના કારણે તેમનો બૌદ્ધિક વિકાસ ઓછો થઈ રહ્યો છે અને તેમનું સાચું રીજલ્ટ બનાવવામાં મુશ્કેલીઓ વધી રહી છે.
મહિનાઓની મહામેહનત કરીને જે પેપર બનાવે છે તેનો કોઈ ઉદ્દેશ રહેતો નથી.અને મહિનાઓની મેહનત કર્યા પછી પરીક્ષા આપવાના બદલે હવે વિદ્યાર્થીઓ એઆઈ ની મદદથી મિનિટોમાં પ્રશ્નોના ઉત્તર કોપી કરી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ એઆઈ દ્વારા આડેધડ નકલ કરી રહ્યા છે.કારણે તેમની બુદ્ધિનો વિકાશ અટકાઈ ગયો છે.
ચેટજીપીટી(ChatGPT)એ એક એઆઈ આધારિત સોફ્ટવેર છે, જેથી બાળકો પ્રશ્નોના જવાબો કૉપી કરી લે છે અને બાળકો શીખવાની કોશિશ પણ કરતાં નથી, જેના કારણે તેમની શીખવાની ક્ષમતા ઓછી થઈ રહી છે.સાથે તેમનો આત્મવિશ્વાષ પણ ઘટી ગયો છે.એક AI નિષ્ણાત કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓ એવી રેસ ચલાવી રહી છે જે તેઓ ક્યારેય જીતી શકશે નહીં. ઓસ્ટ્રેલિયાથી પહેલાં અમેરિકામાં ન્યૂયોર્કની તમામ શાળાઓમાં AI આધારિત ઉપકરણો અને સોફ્ટવેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની 8 યુનિવર્સિટીઓનાં જૂથના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. મેથ્યુ બ્રાઉન કહે છે કે અમે વિદ્યાર્થીઓને AI ચીટિંગનો સામનો કરવા માટે જાગૃત કરી રહ્યા છીએ.વિદ્યાર્થીઓને થતા નુકશાન વિશે જાગૃત કરી રહ્યા છીએ. શિક્ષકોને તેના માટે અલગથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. નવા એઆઈ આધારિત સોફ્ટવેર અને ઉપકરણો સાથે પોતાને અપડેટ કરી રહ્યા છે. વિદ્યાર્થી મૂલ્યાંકનની પદ્ધતિઓ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ વર્ષથી તમામ પરીક્ષાઓ અને યુનિટ ટેસ્ટ પણ પેન-પેપર દ્વારા જ લેવામાં આવશે.
યુનિવર્સિટી ઓફ સિડની કહે છે કે એઆઈ વિદ્યાર્થીઓને શીખવામાં મદદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તે જાણવાની જરૂર પડશે.અને તેનાથી થઇ રહેલા દુરુપયોગ વિશે જાણવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ આ કારણથી માર્કિંગ માટે ફરી લેબોરેટરી અને ફિલ્ડવર્ક સાથે મૌખિક પરીક્ષાઓ રજૂ કરી છે.
સારા સમાચાર એ પણ છે કે એઆઈ દ્વારા થઇ રહેલી છેતરપિંડીને રોકવા માટેની એપ પણ લોન્ચ થઇ ગઈ છે.યુએસની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના 22 વર્ષીય કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી એડવર્ડ ટિયાને જીપીટીઝીરો (GPTZero) નામની એપ તૈયાર કરી છે, જે ચેટજીપીટી જેવા એઆઈ સોફ્ટવેર દ્વારા લખાયેલા નિબંધો કે રિસર્ચ પેપરને શોધી કાઢે છે. આ એપથી જ લોકો નકલ કરે છે એ કરતા અટકી પણ જશે. આ એપ લોન્ચ થઇ એ અઠવાડિયામાં જ એટલી લોકપ્રિય બની કે 30000 થી વધારે આ એપને ડાઉનલોડ્સ કરી તો એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ હતી.