સાયબર સુરક્ષા નિષ્ણાતોએ સ્માર્ટ સ્પીકર્સ સાથે સંકળાયેલા પ્રાઈવસી જોખમોની તપાસ કરી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે તમારી પ્રાઈવસીની સુરક્ષા માટે તમારે શું કરવું જોઈએ.
શું તમે જાણો છો કે આ સ્પીકર્સ તમારી પ્રાઈવસી માટે કેટલો મોટો ખતરો છે, જે ફક્ત વૉઈસ કમાન્ડથી કામ કરે છે.
સ્માર્ટ સ્પીકર્સ વૉઈસ કમાન્ડ પર કામ કરે છે. તેથી જ તેઓ હંમેશા ચાલુ હોય છે. આવી સ્થિતિમાં કોઈ શબ્દને ખોટી રીતે સમજીને અન્ય કોઈ પગલાં પણ લઈ શકે છે. જેમ કે ખોટી વ્યક્તિને કૉલ કરવો અથવા ખોટો મેસેજ કરવો, અથવા કંઈક ખોટું કરવું,કોઈને ભૂલથી અપશબ્દ કહેવા અથવા ખોટી વસ્તુ ખરીદવી. આવી સ્થિતિમાં સાયબર નિષ્ણાતો સૂચવે છે કે તમે તમારા માઈકને હંમેશા મ્યૂટ કરી શકો છો. તમે સ્પીકરના માઈકને મેન્યુઅલી પણ બંધ કરી શકો છો. તમારી પાસે વેક વર્ડ બદલવાનો વિકલ્પ પણ છે. એટલે કે, ઓ કે ગૂગલ, હૈ સિરી અને એલેક્સા જેવા વેક શબ્દો બદલીને, તમે કંઈક અલગ રાખી શકો છો.જેનાથી ખાઈ ખોટું થવાની શક્યતા નહિવત રહે.
આપને જણાવી દઈએ કે તમારા સ્માર્ટ સ્પીકર પર અવાજ આવતા જ તે દરેક વસ્તુને રેકોર્ડ કરવાનું અને તેને પોતાના ડેટાબેઝમાં સેવ કરવાનું શરૂ કરી દે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી સેવાને બહેતર બનાવી શકાય. આવી સ્થિતિમાં તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમે સ્માર્ટ સ્પીકરના ઇન-એપ સેટિંગમાંથી ડેટા સ્ટોર કરવાની રીત બદલી શકાય છે.
તે એક ગેરસમજ છે કે જ્યારે વપરાશકર્તાઓ તેમના સ્માર્ટ સ્પીકર્સ સાથે ઈન્ટરેક્ટ કરે છે, ત્યારે ફક્ત ફર્સ્ટ પાર્ટી ડેવલપર્સ તેમનો ડેટા સેવ કરે છે. જ્યારે, આ સ્માર્ટ સ્પીકર્સનાં કેટલાક કમાન્ડ્સ અને સ્કિલ્સ થર્ડ પાર્ટી ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ડેટા અહીંથી પણ જોખમમાં આવી શકે છે. જેમાં આ ખતરાને ટાળવા માટે યુઝર્સે ફર્સ્ટ-પાર્ટી ડેવલપર્સ દ્વારા આપવામાં આવતી સ્કિલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. વપરાશકર્તાઓ સુરક્ષાના વધારાના સ્તરને ઉમેરવા માટે વી.પી. એન નો ઉપયોગ પણ કરી શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે ઘરમાં રહેલા સ્માર્ટ સ્પીકરને હળવાશથી ન લો! બની શકે છે મોટી સમસ્યા,