તમારી પાસે સ્માર્ટ ફોન હોય તો તમે ખુદ જાણી શકો છો કે તમારી કોઈ જાસૂસી કરી રહ્યું છે. સ્માર્ટ ફોન પાસે હોય તો એક તરફ સારી વાત છે અને બીજી તરફ તમે મુશ્કેલીઓમાં પણ આવા શકો છો. મોબાઈલમાં એવી ઘણી એપ્સ છે જેને લોકેશન એક્સેસ કરવાની જરૂર છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ તમારા પર સવાર-સાંજ લોકેશન દ્વારા કોઈ નજર રાખી શકે છે. તમને આ વાતની જાણ નહીં હોય, પરંતુ કોઈ તમારા પર નજર રાખી રહ્યું હશે.
ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે.ટેક્નોલોજીએ આપણું જીવન પહેલા કરતા વધુ સરળ અને સારું બનાવ્યું છે. આજે આપણી પાસે સ્માર્ટફોન છે અને આપણને આ સ્માર્ટફોનમાં ઘણી બધી સુવિધાઓ મળે છે. આમાંથી એક સ્થાનની વિશેષતા છે. આ સુવિધા સાથે, આપણે અજાણ્યા શહેરમાં સરળતાથી પોતાને શોધી શકીએ છીએ.બીજી બાજુથી વિચારીએ તો એ જ એપ્સથી તમને કોઈ ટ્રેક પણ કરી રહ્યું હોય છે.જેનાથી ઘણી મુશ્કેલી આવી શકે છે.
મોબાઈલમાં ઘણી એવી એપ્સ છે જેને લોકેશન એક્સેસ કરવાની જરૂર છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ તમારા પર સવાર-સાંજ લોકેશન દ્વારા જ નજર રાખી શકે છે. તમને આ વાતની જાણ નહીં હોય, પરંતુ કોઈ તમારા પર નજર રાખી રહ્યું હશે. હવે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારું લોકેશન કોણ ટ્રેક કરી રહ્યું છે.ચાલો જાણીએ..
જરૂરિયાત મુજબ આપણે મોબાઈલમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરીએ છીએ. જ્યારે આ એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ, ત્યારે તમારી પાસેથી ઘણી પરવાનગીઓ માંગવામાં આવે છે. આમાંની એક પરવાનગી લોકેશનની પણ છે. અને ઉતાવરમાં આપણે બધી જ પરવાનગીઓ ચાલુ કરીએ છીએ અને થાય છે ચાલુ અહીંથી જાસૂસી. ઉદાહરણ તરીકે, જો તમે કૉલિંગ એપ ડાઉનલોડ કરો છો, તો તેને લોકેશનની જરૂર ન હોવી જોઈએ અને ન તો તમારે તેને લોકેશનની ઍક્સેસ આપવી જોઈએ.જો તમે તેને એક્સસેસ આપો છો તો એપ બનાવનાર વ્યક્તિ તમને ટ્રેક કરી શકે છે કે તમે ક્યારે, ક્યાં, શું કરી રહ્યા છો એ બધી જ માહિતી તે વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને આપી રહ્યો હોય છે.
આ ડિજિટલ યુગમાં આ બધું શક્ય છે. એટલા માટે જરૂરી છે કે તમે હંમેશા તમારા લોકેશન અથવા અન્ય કોઈપણ વસ્તુની એપ્સને જરૂરિયાત અનુસાર એક્સેસ આપો. ખાસ કરીને જો તમે થર્ડ પાર્ટી એપ્સનો ઘણો ઉપયોગ કરો છો, તો આને ધ્યાનમાં રાખો.અને જરૂર ના હોય ત્યાં તમે તમારા લોકેશન બંધ રાખો.જો તમે અત્યાર સુધી જાણતા નથી કે તમે કઈ એપ્સને લોકેશનની ઍક્સેસ આપી છે, તો તે જાણવા માટે આ સ્ટેપ્સને અનુસરો
- સૌથી પહેલા એન્ડ્રોઇડ ફોનના સેટિંગમાં જાઓ અને અહીં લોકેશન ઓપ્શન પર ટેપ કરો.
- હવે એપ લોકેશન પર ક્લિક કરો. અહીં તમે તે તમામ એપ્સ જોશો જેને તમે લોકેશનની એક્સેસ આપી છે.
- જો તમે ઇચ્છો, તો તમે લોકેશનને બંધ કરી શકો છો અથવા બધી એપમાંથી લોકેશનની એક્સેસ મેન્યુઅલી દૂર કરી શકો છો.
- માત્ર લોકેશન જ નહીં પણ કેમેરા, માઈક્રોફોન વગેરે જેવા મહત્વના એક્સેસને પણ મર્યાદિત રાખો. ડિજિટલ યુગમાં ગોપનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- જો તમે થોડા બેદરકાર રહેશો તો તમારી સાથે કંઈપણ ખોટું થઈ શકે છે. જરૂરી નથી કે ખોટી વસ્તુ તમારી સાથે શારીરિક રીતે થાય, તે આજકાલ ડિજિટલી પણ શક્ય છે. તેથી ઈન્ટરનેટનો ઉપયોગ સમજદારીથી કરો.
- જરૂર ના હોય ત્યાં કોઈ પણ વધારાની એપ્સ ડાઉનલોડ કારસો નહિ.
- મોબાઈલ તમારા છોકારોને રમવા આપ્યો હોય અને એ જયારે તમને પાછો આપે ત્યારે એક વાર જરૂરથી ચેક કરો.
ડિજિટલ યુગમાં સાવધાની રાખવી.