દુનિયાભરના વોટ્સએપ રસિયાઓ ખુશીથી ઝૂમી ઉઠે એવા સમાચારો આવી રહ્યા છે. WhatsApp એપ્લિકેશન દ્વારા તેના યુઝર્સ માટે ખાસ ફિચર લાવવામાં આવ્યું છે. રોમાંચક અનુભવ માટે WhatsApp વખતોવખત અવનવા ફિચર્સ રજૂ કરતું રહે છે. WhatsApp ડેવલોપર્સ દ્વારે આ એપને એક નવી ઉંચાઇ ઉપર લઇ જવામાં આવ્યું છે. વોટ્સ એપના વિવિધ ફિચર આ બાબતની પુષ્ટિ કરે છે.
હવે નવા ફીચર મુજબ WhatsApp યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ WhatsApp ચલાવી શકશે. વોટ્સ એપ રસિયાઓ પોતાના મિત્રો સાથે, ઇન્ટરનેટ વગર પણ ચેટ કરી શકશે.
જે દેશમાં વોટ્સ એપ ઉપર પ્રતિબંધ હોય એવા દેશમાં પણ તેનો ઉપયોક કરી શકાશે એમ જણાવતા ડેવલોપર્સ ઉમેરે છે કે, કનેક્ટેડ રહેવા અને મિત્રો કે પરિવાર સાથે ચેટ કરવા માટે તમે પ્રોક્સીનો ઉપયોગ કરી શકો છો. જેના પરિણામે પર્સનલ મેસેજ સુરક્ષિત રહેશે. આ નવો ઓપશન WhatsApp ના સેટિંગ મેનૂમાં હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, તમારા ફોનમાં WhatsApp નું લેટેસ્ટ વર્ઝન આવશ્યક છે.
વોટ્સ એપ યુઝર્સ પાસે ઈન્ટરનેટની ઉપલબ્ધી હોય એવા સંજોગોમાં એ સર્ચ એન્જિન અથવા સોશિયલ મીડિયા ઉપરથી વિશ્વસનીય પ્રોક્સી સર્વર શોધી શકે છે.