મોંઘામાં મોંઘા ભારતીય ક્રિકેટરને જેટલી રકમ કમાતા 150 વર્ષ લાગી જાય એટલી રકમ એક રમતવીર માત્ર એક વર્ષમાં મેળવી લે. છે ને આશ્ચર્યજનક બાબત.
હા, પોર્ટુગીઝ સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રમત જગતની સૌથી મોટી ડીલ સાઇન કરી છે. આ ડીલને સાઇન કરવાથી રોનાલ્ડોને દર વર્ષે 1800 કરોડ રૂપિયાની કમાણી થશે.
રમતની સાથે સાથે આવકને કારણે પણ સમગ્ર વિશ્વમાં સૌથી જાણીતા બની ગયેલા ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરોપની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડી દીધી છે. હવે તે સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસ્ત્રા સાથે જોડાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. આ માટે કરવામાં આવેલી ડીલને રમતગમતની દુનિયાની સૌથી મોંઘી ડીલ હોવાનું મનાઈ રહ્યું છે. જેના કારણે રોનાલ્ડો પોતાની કમાણીના કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટર્સ વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્ર ધોની, રવિન્દ્ર જાડેજા વગેરે ખેલાડી કે જે IPLની પહેલી સીઝનથી લઈને અત્યાર સુધી રમતા આવ્યા છે. તો રોહિત શર્મા સૌથી વધુ કમાણીની બાબતમાં અગ્રેસર છે. આઈપીએલની 15 સીઝન રમી ચૂકેલા રોહિત શર્માએ કુલ રૂ. 178 કરોડની કમાણી કરી છે. જે મુજબ રોહિત શર્મા દર વર્ષે આઈપીએલ રમે તો સરેરાશ રૂ. 12 કરોડની કમાણી થાય છે. આમ, જો 1800 કરોડ રૂપિયાની કમાણી કરવી હોય તો રોહિત શર્માએ 150 વર્ષ સુધી IPL રમવી પડે.
અન્ય ક્રિકેટરોમાં ધોનીએ IPLની 15 સીઝનમાં 176 કરોડ રૂપિયાની કમાણી કરી છે, Virat Kohli એ IPL ની 15 સીઝન મારફતે 173 કરોડ રૂપિયા મેળવ્યા છે. તો રવિન્દ્ર જાડેજાએ IPL માંથી 109 કરોડ મેળવ્યા છે. ભારતમાં માત્ર સાત જ ક્રિકેટરો એવા છે, જેણે IPL માંથી 100 કરોડથી વધુની કમાણી કરી છે.
આ ઉપરથી ફલિત થાય છે કે, કોઈપણ ક્રિકેટર પોતાના કરિયર દરમિયાન એટલી કમાણી કરી શકતો નથી જેટલી કમાણી રોનાલ્ડોએ એક વર્ષમાં કરવાની ડીલ કરી છે.”