માત્ર 14 વર્ષની કુમળી વયે ઇન્ટરનેશનલ સ્ટાર ઉપર ઝળકવું એટલે ખાંડા ના ખેલ સમાન ગણી શકાય. આવા ખાંડા ના ખેલ ખેલનારી આ કિશોરીએ ભારતનું નામ રોશન કરી દીધું છે. રમત ગમતરૂપી આકાશમાં ભારતના સૂર્યનું તેજ ઝગમગાવી દેનારી આ કિશોરી એટલે અનાહત સિંહ.
બ્રિટિશ જૂનિયર ઓપનમાં અંડર 15નું ટાઈટલ જીતીને અનાહત સિંહે ઈતિહાસ રચી દીધો છે. ભારતની સ્ટાર સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે 14 વર્ષની ઉંમરમાં મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેણે બ્રિટિશ જૂનિયર ઓપન અંડર 15નું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ભારતનું નામ રોશન કરનારી આ સ્ટાર સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહએ મોટો ખિતાબ હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અનાહત સિંહે રવિવારે બર્મિંગહામાં યોજાયેલા બ્રિટિશ જૂનિયર ઓપન અંડર 15નું ટાઈટલ જીતી લીધું છે.
અનાહત સિંહની સામે ઈજિપ્તની સોહેલા હામેજ રમી રહી હતી. જો કેફાઈનલ મેચમાં અનાહત સિંહે આ ફાઈનલ મેચ 3-1થી જીતી લીધી હતી.
ભારત માટે ગૌરવ લેવા જેવી સૌથી મોટી બાબત એ છે કે, અનાહત સિંહે વર્ષ 2019માં અંડર 11નો ખિતાબ પણ જીત્યો હતો. આમ, સ્ટાર સ્ક્વોશ ટુર્નામેન્ટમાં 2 વાર ખિતાબ જીતનાર અનાહત સિંહ બીજી ખેલાડી બની છે.