ક્રિકેટરસિયાઓનો માનીતો બેટ્સમેન વિરાટ કોહલી જ્યારે સાધી ફટકારે ત્યારે ગળાની ચેઇનને બહાર કાઢીને ચુમતો હોવાનું દ્રશ્ય મોટા ભાગના દર્શકોએ જોયું હશે. આવી કરવા પાછળનું કારણ શું હોય શકે તે આવો આજે જાણીએ.
વિરાટ કોહલી જયારે જયારે સદી ફટકારે છે ત્યારે ત્યારે તે પોતાની ચેઇનને ચુમતો હોવાનું દ્રશ્ય તમને યાદ હશે. આવું કરવા પાછળ વિરાટ કોહલી આ ચેઇનને લક્કી માને છે કે બીજું કોઈ કારણ હોય શકે. આખરે શું છે આ ચેઇનને ચૂમવા પાછળનું રહસ્ય. હજારો ચાહકોના દિલમાં રમતા આ સવાલનો આજે જવાબ મળી જશે.
વર્ષ 2017 ના અંત ભાગમાં વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આ લગ્ન પછી વિરાટે પોતાના ગાળામાં ચેઇનની સાથે લોકેટની માફક વીંટી પહેરી હતી. અનુષ્કાએ આપેલી આ વીંટી વિરાટ પોતાના ગાળામાં જ પહેરી રાખે છે. એટલું જ નહિ, જયારે જયારે સદી ફટકારે ત્યારે ત્યારે વિરાટ કોહલી પોતાના ગાળામાં પહેરેલા ચેઇનને નહિ, પણ ચેઈનમાં પરોવેલી વીંટીને ચુમતો દ્રષ્ટિગોચર થતો હોય છે.
લોકો તેણે વિરાટ અને અનુષ્કાના પ્રેમની નિશાની માનીને બિરદાવી રહ્યા છે.