તાજેતરમાં ક્રિકેટ જગત ખ્યાતિ મેળવનાર સુર્યકુમાર યાદવ કે જેમને ક્રિકેટના રસિયાઓએ MR.360, સૂર્ય અને સ્કાય જેવા હુલામણા નામથી સંબોધે છે. તમને યાદ જ હશે કે તે કે T20 શ્રેણીની નિર્ણાયક મેચમાં સુર્યકુમારે પોતાના બેટથી ધબધબાટી બોલાવી દીધી હતી. સુર્યકુમાર યાદવે ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં શ્રીલંકા સામે 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. એની ને 51 બોલમાં અણનમ રહ્યો હતો. સુર્યકુમારે આ મેચમાં 200થી વધુ સ્ટ્રાઇક રેતથી 112 રન ફટકાર્યા હતા.
ચોલો જાણીએ સુર્યકુમારના અંગત જીવન વિષે
સુર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. 30 વર્ષની ઉંમરે સુર્યકુમારે આતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. સુરકુમાર પરણિત છે. અને તેની પત્નીનું નામ દેવીશ છે. તે દેખાવમાં ખુબ સુંદર છે. ચાલો તમને આ બંને ની લવ સ્ટોરી જણાવીએ.
સુર્યકુમાર અને દેવીશા ‘પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, મુંબઈમાં સાથે જ અભ્યાસ કરતા હતા. આ બન્નેની પ્રથમ મુલાકાત કોલેજમાં થઈ હતી. ત્યારે સુર્યકુમાર 22 વર્ષ અને દેવીશા 19 વર્ષના હતા. સુર્યકુમાર કોલેજમાં દેવીશાનો સિનિયર હતો. કોલેજના એક ડાન્સના કાર્યક્રમમાં દેવીશાને પરફિમ કરતી જોઈને સુર્યકુમાર તેના પ્રેમમાં પડ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે દોસ્તી થઈ.
દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. 9મેં 2016માં તેમની સગાઈ થઈ અને 7 જુલાઈ 2016માં તેઓ લગ્ન ગ્રન્થિથી બંધાયા.
સુર્યકુમાર યાદવની પત્ની દેવીશા હાલ મુંબઈમાં ડાન્સ ના કોચિંગ ક્લાસ ચલાવે છે. તેની સાથે સાથે તે એક સારી નૃત્યાંગના પણ છે. અને એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ તેણે પોતાની ઓળખ બનવી છે.