Avatar 2 box office પર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મોની વાત કરીએ તો તેમાં નંબર 1 પર વર્ષ 2022માં રિલીઝ થયેલી અવતાર 2 (Avatar 2) આવે છે.
૧૩ વર્ષના લાંબા સમય પછી હોલિવૂડ ફિલ્મ અવતાર બીજો પાર્ટ રિલીઝ થયો છે.૨૦૦૯ માં અવતાર નો પ્રથમ પાર્ટ આવેલો.ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’રિલીઝના પહેલા જ દિવસે સાબિત કરી દીધું હતું કે પાર્ટ વનની જેમ આ ફિલ્મ પણ કમાણીના મામલે નવા રેકોર્ડ્સ હાંસિલ કરશે. હોલિવૂડ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની ‘અવતાર 2’ એ ઓપનિંગ ડે પર ભારતમાં 40 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા.આ સાથે તેને એક રેકોર્ડ મેળવ્યો.
અવતાર 2 હવે ભારતમાં સૌથી વધૂ કમાણી કરનાર હોલીવુડની ફિલ્મ છે. આ ફિલ્મે 454 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી એવન્જર્સ એંડગેમને પાછળ છોડી દીધો છે. મહત્વનું છે કે, એવન્જર્સ એંડગેમએ 438 કરોડનો વેપાર કર્યો હતો. અવતાર 2ની નેટ કમાણી 373.25 કરોડ રૂપિયા થઇ ગઇ છે, જ્યારે એવન્જર્સ એંડગેમની નેટ કમાણી 372.22 કરોડ રૂપિયા હતી.
આ ફિલ્મ વિશે વાત કરીએ તો અવતાર: ધ વે ઓફ વોટર એક કાલ્પનિત ગ્રહ પૈંડોરાની કહાની છે. જેમાં હીરો જેક સલી નાવી બની જાય છે,અને કબીલાની રાજકુમારી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડે છે ત્યાં તેમના સંતાનનો જન્મ થાય છે. આ દરમિયાન તેના પર બીજી વખત ઘાતકી હુમલો કરવામાં આવે છે. ત્યારે જેક તેના પરિવારને બચાવવા માટે જે પ્રત્યત્નો કરે છે તેના વિશેની આ કહાનીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મ અવતાર ૨ ને ભારતની અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે જેવી કે અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ સહિત મલયાલમમાં કરવામાં આવી છે. આ તમામ ભાષાઓમાં આ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મના ડાઈરેક્ટર જેમ્સ કૈમરૂને તેમની સુઝબુઝથી આ ફિલ્મને ખુબ સુંદર રીતે દર્શાવી છે.
ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો વિશે વાત કરીએ તો નંબર 1 પર વર્ષ 2022માં રિલીઝ થએલી અવતાર 2 છે, બીજી ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી એવેંજર્સ: એંડગેમ બીજા નંબર પર છે, તો 2018માં રિલીઝ થયેલી ફિલ્મ એવેંજર્સ: ઇનફિનિટી વોર ત્રીજા સ્થાન પર આવે છે. આ બાદ ચૌથા નંબર પર વર્ષ 2021માં આવેલી ફિલ્મ સ્પાઇડરમેન: નો વે હોમ આવે છે, પાંચમા નંબર પર 2016ની ફિલ્મ ધ જંગલ બુક છે.