જેઓ સ્વાસ્થ્ય અથવા વજન ઘટાડવાની મુસાફરીને અનુસરવા માંગતા હોય તેમના માટે ઓટ્સ ખૂબ ફાયદાકારક છે અને ઈડલીથી વધુ સ્વાસ્થ્યવર્ધક કંઈ હોઈ જ ન શકે. તમે ભાવિ ઉપયોગ માટે કોરા ખીરાનો પણ સંગ્રહ કરી શકો છો.
ઘટકો:
1 કપ ઓટ્સ (પાઉડર)
1 ચમચી તેલ
1.5 ટીસ્પૂન ત્વચા વગરની અડદ ની દાલ
1.5 ચમચી રાઈ
થોડો લીમડો
ચપટી હીંગ પાવડર
થોડા કાપેલા કાજુ
1 કપ સોજી (રવા)
1 કપ દહી
1/2 કપ પાણી
બારીક સમારેલી કોથમીર
ગાજર
બારીક સમારેલા લીલા મરચા (સ્વાદ મુજબ)
સ્વાદ મુજબ મીઠું
1 ટીસ્પૂન ખાવા નો સોડા
રીત
કડાઈ ગરમ કરો, 1 ચમચી તેલ ઉમેરો
1.5 ટીસ્પૂન ત્વચા વગરની અડદ ની દાળ નાખો. 1.5 ચમચી રાય ઉમેરો
પછી એમાં લીમડો,એક ચપટી (હીંગ) ઉમેરો.
થોડા કાપેલા કાજુ અને 1 કપ સોજી ઉમેરો તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી શેકી લો તાપ બંધ કરો અને ઓટ્સ પાવડર ઉમેરો ને તેને મિક્સ કરો અને બાઉલમાં ટ્રાન્સફર કરો ને તેમાં 1 કપ દહી અને1/2 કપ પાણી ઉમેરો. તેને મિક્સ કરી તેને 10-15 મિનિટ મુકી રાખો. બારીક સમારેલી કોથમીર, લીલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો
1 ટીસ્પૂન ખાવા નો સોડા (Eno) ઉમેરો (ખાવા નો સોડા ઉમેરતા પહેલા ઈડલીના મોલ્ડ તૈયાર રાખો, તેલથી ગ્રીસ કરો અને સ્ટીમર ગરમ રાખો)
ઈડલીના મોલ્ડમાં બેટર ભરીને સ્ટીમરમાં મૂકો
ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ માટે થવા દો પછી મોલ્ડ કાઢી લો અને તેમાંથી ઈડલી કાઢી લો.
ત્યાર ઇદલી ને સંભાર અથવા ચટણી સાથે પીરસો.