Khaman Recipe
પૂર્વ તૈયારીનો સમય: ૫ મિનિટ
કુલ સમય: ૧૫ મિનિટ
સામગ્રી:
ખીરું બનાવવા માટે:
૧ કપ બેસન (ચણા નો લોટ)
૧ ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક)
૧&૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ)
૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા
૩/૪ કપ પાણી
૧/૪ કપ દહીં
૧ ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે)
૧/૨ ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે)
વઘાર માટે:
૨ ટેબલસ્પૂન તેલ
૧૦-૧૫ લીમડાના પાન
૧/૨ ટીસ્પૂન રાઈ
૧/૨ ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક)
૧ ટીસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન ખાંડ
૪ લીલા મરચાં, લંબાઈમાં કાપેલા
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
૨ ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક)
૧ ચપટી હીંગ
૧/૩ કપ પાણી
ખીરું અને ખમણ બનાવવાની રીત:
ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો. ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો. ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય) ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.
એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો. ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.
હવે તેમાં ઇનો પાઉડર નાખીને ૧ મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.
હવે, તરત જ તેલ લગાવેલી થાળીમાં ખીરું નાખોં, થાળીની ૧/૨ ઇંચ ઉંચાઇ સુધી જ ખીરું નાખોં.
ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર ૧૦-૧૨ મિનિટ માટે વરાળમાં પકાવો.
૧૦-૧૨ મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ, જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે નહીતર વધારે ૨-૩ મિનિટ સુધી પકાવો.
ગેસને બંધ કરી દો. ઢોકળાની થાળી ઢોકળિયામાંથી બહાર કાઢો અને થોડી મિનિટ માટે ઠંડા થવા દો. ખમણ ઢોકળાને ચાકૂથી નાના નાના ટુકડાઓમાં કાપો.
વઘાર બનાવવાની રીત:
એક નાના પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રાઈ અને હીંગ નાખોં. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, તલ, લીમડાના પાન અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો.
તેમાં ૧/૩ કપ પાણી અને ખાંડ નાખોં અને તેને ઉકળવા મૂકો; એક ઊભરો આવે પછી એક મિનિટ માટે પકાવો. વઘાર તૈયાર છે તેને ઢોકળા પર નાખીને ઢોકળાને ધીમેથી ઉછાળો જેથી વઘાર બરાબર રીતે લાગી જાય.
સર્વે કરો.