ગ્રહોમાં સૌથી ઉગ્ર મનાતા મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે કોને કોને ફાયદો થશે એ જાણવું ખાસ જરૂરી છે. આવો જાણીએ, કઈ રાશિના જાતકોને મંગળથી ફાયદો થવાની આશાઓ જ્યોતિષીઓ દ્વારા સેવવામાં આવી રહી છે.
મંગળ ગ્રહ(magal grah) બહાદુરી, બહાદુરી, સાહસ, યુદ્ધ અને જમીનનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (astrology) અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પહેલા, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળ હોય તો આ સ્થિતિને કારણે મંગળનો દોષ ઉદભવે છે. મંગળની આ સ્થિતિ તે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જાણીતા વાસ્તુ સલાહકારના જણાવ્યા મુજબ, ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે 13 જાન્યુઆરી, 2023થી બપોરે 12:07 વાગ્યે મંગળ વૃષભ રાશિમાં માર્ગી થઇ ગયો છે. જેની અસર 4 રાશિઓ પર થશે. આવી જાણીએ એ ચાર રાશિ અને તેના ઉપર થનારી અસર વિષે.
સિંહ રાશિ:
સિંહ રાશિ વાળા લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન લાભદાયક માનવામાં આવે છે. મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશ એ લોકો માટે શુભ માનવામાં આવે છે જેમની રાશિ સિંહ છે. સિંહ રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થશે. માતા-પિતા સાથે સંબંધો પણ સુધરશે. રિયલ એસ્ટેટ અને આરોગ્ય ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે મંગળનું ગોચર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે અન્ય ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે જમણા હાથમાં તાંબાનું કડુ બંગડી ધારણ કરવું ફાયદાકારક રહેશે.
કર્ક:
જે લોકોની રાશિ કર્ક હોય તેમના માટે મંગળનું માર્ગી થવું શુભ માનવામાં આવે છે. મંગળ કર્ક રાશિ માટે દસમા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની આર્થિક સમસ્યા દૂર થઈ જશે. તેમને નોકરીની સારી તકો મળશે અને નોકરીમાં પ્રગતિ થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. રામ ભક્ત હનુમાનજીને મગના લાડુ ચઢાવવાથી વધુ લાભ થશે.
કુંભ:
કુંભ રાશિના લોકોને માટે મંગળ શુભ ફળ આપનાર બની રહેશે. મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકોને નવી મિલકત અને નવા વાહન સુખ પ્રદાન કરી શકે છે. આ રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો છે. જે કામ કરવાનું વિચારે તેમાં તેમને સફળતા મળશે. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશના દર્શન કરવાથી લાભ મળશે.
ધન:
મંગળના રાશિ પરિવર્તનથી ધન રાશિના જાતકો માટે પણ આ સમય શુભ રહેશે. ધનરાશિ માટે મંગળ છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરી રહ્યો હોવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના નિર્ણયો પણ તેમના પક્ષમાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના વધી જાય છે. તો ધન રાશિ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સાનુકૂળ રહેશે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે. ધન રાશી ભોજન કરતી વખતે ગોળ ખાશે તો વધુ ફાયદો રહેશે.