દરેક વસ્તુ હોય કે કામ એ કિસ્મત પાર નિર્ભર હોય છે એ જ રીતે એક સારી નોકરી મળવી અને ચાલવી બંને વાતો કિસ્મત સાથે સબંધ ધરાવે છે.જો કીસ્મત સારી હોય તો મનુષ્ય ખુબ કમાણી કરે છે. નહીંતર કેટલાક લોકો તો પાઇ-પાઇ માટે તડપે છે. ઘણી વખત સેલરી મળવામાં મુશ્કેલી આવવા લાગે છે. તો ક્યારેક મહિનો ખતમ થતા પહેલા બેન્ક એકાઉન્ટ ખાલી થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને આ પ્રકારની મુશ્કેલીઓ પરેશાન કરવા લાગે છે એમણે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવા જોઈએ.જેથી કરીને જીવનમાં શાંતિ આવે છે.
કર્ક વૃશ્ચિક અને મીન
કર્ક, વૃશ્ચિક અથવા મીન રાશિના લોકો પગાર મેળવ્યા પછી તેમના પગારનો એક ભાગ કપડાં કે પગરખાં પાછળ ખર્ચી નાખે છે. આ જ વસ્તુઓ તમે તમારા ઘરની આસપાસના કોઈ વૃદ્ધને પ્રેમથી આપો. અને તમે ઈચ્છો તો લોકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી શકો છો. તેનાથી તમારા કામમાં ઘણી પ્રગતિ થશે. તેનાથી તમને દીર્ઘાયુ મળશે અને તમે સ્વસ્થ જીવનનો આનંદ માણી શકશો.
વૃષભ, કન્યા અને મકર
વૃષભ, કન્યા કે મકર રાશિના લોકોએ પણ પોતાની આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. જો આ રાશિના લોકો દર શનિવારે દાન કરે તો ખૂબ જ સારું રહેશે. તમારા ખર્ચ પર નિયંત્રણ રહેશે અને તમે તમારી પસંદગીનું કામ કરી શકશો.
મેષ, સિંહ અને ધન
મેષ, સિંહ અથવા ધન રાશિના લોકોએ પગાર આવતાં જ કોઈ કામ ચોક્કસ કરવું જોઈએ.તમે તમારા પગારનો એક ભાગ દાન કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખાવા-પીવાનું દાન કરો. તમે અડદની દાળમાંથી બનેલી વસ્તુઓ દાનમાં વહેંચી શકો છો. આમ કરવાથી ઓફિસનું ટેન્શન ઓછું થશે અને અકસ્માતો પણ ટાળી શકાશે.
મિથુન તુલા અને કુંભ
મિથુન, તુલા અથવા કુંભ રાશિના જાતકોએ તેમના પગારનો અમુક ભાગ હોસ્પિટલને દાન કરો અથવા તે પૈસાથી કોઈ જરૂરિયાત વ્યક્તિની સારવાર કરવો. જો તમે ઇચ્છો, તો તમે દવાઓનું વિતરણ પણ કરી શકો છો. આમ કરવાથી તમારું કામ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે અને તમને પારિવારિક સુખ મળશે.