વાસ્તુશાસ્ત્ર એ સનાતની જ્યોતિષ વિજ્ઞાનની એક શાખા છે, જેના માટે આપણે ઘર-દુકાન,ઓફિસ વગેરેમાં આવતા શુભ અને અશુભ સંકેતોને સુધારવાના હોય છે. વાસ્તુ અનુસાર, ઘણી વસ્તુઓ ઘરમાં અનિષ્ટ પેદા કરી શકે છે, જેની જાણકારી સામાન્ય વ્યક્તિને હોતી નથી.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર સનાતન જ્યોતિષ વિજ્ઞાનનો અંશ છે, જે ઘર, મકાન, દુકાન,ઓફિસ વગેરે તમામ નિર્માણ કાર્યોને શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં મદદરૂપ હોય છે. વાસ્તુ શાસ્ત્ર યોગ્ય વસ્તુનું યોગ્ય દિશામાં હોવું અત્યંત જરૂરી છે.જેનાથી આપણને ગણા લાભ થાય છે.અને ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે, આપણા ઘર, દુકાન, ઓફિસમાં કેટલીક એવી વસ્તુઓ મૂકી દઈએ છે, જેનાથી નકારત્મક ઉર્જા નીકળે છે અને એ જગ્યાનું સારું વાતાવરણ ખરાબ થઇ જાય છે, જેના કારણે પ્રગતિ, સબંધ, આવક, સ્વાસ્થ્ય, માસિકતા વગેરે પર ખરાબ અસર પડે છે.
આપણે એવી વસ્તુને પોતાની પાસે ન રાખવી જોઈએ જેનાથી આપણને નુકસાન થવાની સંભાવના હોય, તો ચાલો જાણીએ છે વાસ્તુ એક્સપર્ટ અનુસાર, કેટલીક એવી વસ્તુઓ અંગે જે વાસ્તુ શાસ્ત્રમાં નિષેધ અને નકારાત્મકતા લાવે છે.
કેક્ટસ:
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેક્ટસના છોડ પર લાગેલા કાંટા ખરાબ ઉર્જા ઉત્પન્ન કરે છે, જેના કારણે તમારા ઘરમાં રહેવા વાળા લોકોના મનમાં ચિંતા તેમજ તણાવ બને છે અને ખરાબ ભાવ મનમાં ઉત્પન્ન થાય છે. એ જ કારણથી કેક્ટસના છોડને ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે.
તૂટેલો કાચ:
તૂટેલો કાચ ઘરમાં ના હોવો જોઈએ. તૂટેલો કાચ ઘરમાં હોવો એ અનહોનીને આમંત્રણ આપવું એ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કાંચમાં નકારાત્મક શક્તિઓને કેદ કરી લેવાની ક્ષમતા હોય છે પરંતુ જયારે કાચ તૂટી જાય છે તો આ નકારાત્મક શક્તિઓ આઝાદ થઇ જાય છે, જે આપણા જીવનમાં નુકસાનકારક સાબિત થાય છે.
હિંસક તસવીરો:
વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણે આપણા ઘર કે ઓફિસમાં મહાભારત યુદ્ધની હિંસક તસવીરો, મહિષાસુર મર્દનની તસવીર, રામાયણ યુદ્ધની તસવીર વગેરે ન લગાવવી જોઈએ, કારણ કે આમ કરવાથી આપણા વાતાવરણમાં હિંસક વલણ પ્રબળ બને છે અને પરિવારના સભ્યો પ્રભાવિત થાય છે. તેમની વચ્ચે તકરાર અને ઝઘડા થાય છે.ઘરના વ્યક્તિઓ મનમાં અંતર આવા જય છે.
ખંડિત મૂર્તિ:
ભગવાનની ખંડિત મૂર્તિ કે તૂટેલી તસવીર ઘરમાં ન રાખવી જોઈએ અને તેની પૂજા પણ ન કરવી જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાનનો વિગ્રહ ભંગ થાય છે, ત્યારે નકારાત્મક શક્તિઓ આવે છે અને તેમાં નિવાસ કરે છે, જે કોઈપણ વ્યક્તિ માટે અશુભ સાબિત થઈ શકે છે.
તાજ મહલ:
દુનિયાની સાત અજાયબીઓમાંની એક ભારતનું ગૌરવ તાજમહેલની તસવીર કે તેની પ્રતિકૃતિ ઘરમાં રાખવી પણ અશુભ માનવામાં આવે છે. અલબત્ત તાજમહેલ સુંદર છે પરંતુ વાસ્તવમાં તે માત્ર એક મકબરો છે જ્યાં શાહજહાં અને તેની બેગમ મુમતાઝની કબરો બનાવવામાં આવી છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં અશુદ્ધિ આવે છે સાથે જ તે મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પણ પ્રતિક છે.