હિન્દૂ ધર્મંમાં ભગવાન શ્રી ગણેશને પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. તેથી જ તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. કોઈ પાર સારું કામ કરતા હોઈએ તો સૌ પ્રથમ ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આપણે બધા આપણા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય સ્થાપિત કરીએ છીએ. ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લગાવીને બહારની અને અંદરની બાજુ મુકીને આશા રાખે છે કે ભગવાન ગણેશની કૃપા આપણા પર રહેશે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવું બિલકુલ ખોટું છે.
ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીરને અંદર અને બહાર બંને મુખ્ય દરવાજા પર લગાવી દે છે, એમ વિચારીને કે ભગવાન ગણેશની પીઠ ઘર તરફ ન હોવી જોઈએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને સ્થિતિ ખોટી અને અશુભ ફળ આપનારી માનવામાં આવે છે.ઘરના દરવાજા પર લાગવાથી ઘરમાં અશાંતિ રહે છે, તણાવ રહે છે.
મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર ન લગાવવી જોઈએ. બાપ્પાની તસવીર કે મૂર્તિને ક્યારેય ઘરની બહાર ગેટકીપર તરીકે ન લગાવો.દરવાજા પર ભગવાન ગણેશની તસવીર લગાવવાથી નકારાત્મક પરિણામ મળી શકે છે. તેથી ગણપતિને સૌથી પહેલા પૂજા ઘરમાં સ્થાપવા જોઈએ.ગણપતિ બાપા ને ઘરની અંદર પૂજા ઘરમાં સ્થાપિત કરવા જોઈએ.બીજું કે ભગવાન ગણેશની મૂર્તિને એવી દિવાલ પર મુકશો નહીં જે બાથરૂમ અથવા શૌચાલયને મળતી હોય છે. ભગવાન ગણેશની તસવીરને દિવાલ પર લટકાવવાને બદલે પૂજા ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયાસ કરો. નહીં તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર લગાવવાથી ઘરના સભ્યોમાં તણાવનો માહોલ બની શકે છે.ઘરના સભ્યો પર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.2 લોકોમાં વિખવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.કરેલા કામ બગડી શકે છે.હંમેશા ભગવાનને પોતાના ઘરના મંદિર એવા પવિત્ર સ્થાનો પર સ્થાપિત કરો.