બોલીવુડથી લઇ હોલીવુડ સ્ટાર્સ પણ કરે છે એમના દર્શન, ચાલો જાણીએ નીમ કરોલી બાબા વિશે થોડી રોમાંચક વાતો,
Neem karoli babaને ચમત્કારિક બાબા કહેવામાં આવે છે. તેમને 20મી સદીના આધ્યાત્મિક સંત, મહાન ગુરુ અને દિવ્યાદશી માનવામાં આવે છે. ભક્તો બાબાને હનુમાનજીનો અવતાર માને છે. બાબાએ પોતાના જીવનમાં હનુમાનજીના 108 મંદિરો બનાવ્યા હતા. પ્રસિદ્ધ કૈંચી ધામ આશ્રમ અને મંદિર શિપ્રા નદીના કિનારે આશ્રમ બનાવ્યો છે. આ સ્થાન પર હનુમાનજીને સમર્પિત મંદિર પણ છે, જ્યારે પરિસરમાં જ બાબા નીમ કરોલીનું મંદિર અને પ્રાર્થના હોલ પણ બનાવવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ત્યાં ગયો હતા. એટલા માટે આજકાલ આ જગ્યા ખૂબ જ ચર્ચામાં છે. નીમ કરોલી બાબા માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઓળખાય છે. બોલીવુડની સાથે હોલીવુડની ઘણી હસ્તીઓ નીમ કરોલી બાબાના ભક્ત છે. તેમની ગણતરી 20મી સદીના ઘણા મહાન સંતોમાં થાય છે. એવું કહેવાય છે કે હનુમાનજી તેમના શિક્ષક હતા. તો ચાલો જાણીએ નીમ કરોલી બાબાના મંદિર અને આશ્રમ વિશે રસપ્રદ વાતો.
બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં 1900ની આસપાસ થયો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે બાબાને 17 વર્ષની ઉંમરમાં જ્ઞાન અને શિક્ષણ મળ્યું હતું.
વડાપ્રધાન, એપલના સ્થાપક અને બોલિવૂડથી લઈને હોલીવુડની હસ્તીઓ પણ બાબાના આશ્રમમાં તેમના દર્શન માટે ગયેલા છે.
અમેરિકન બિઝનેસ ટાયકૂન અને એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ પણ બાબા નીમ કરોલી માટે ઊંડો આદર ધરાવે છે. તેમણે વૃંદાવન સ્થિત બાબાના કૈંચી ધામની પણ મુલાકાત લીધી છે.અમેરિકન લેખક અને ટેક્નોલોજિસ્ટ લેરી બ્રિલિયન્ટ , ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ બાબાના આશ્રમો ની મુલાકાત લીધે છે તેમને પણ બાબા પ્રત્યે આધાર અને વિશ્વાશ છે.લેરી બ્રિલિયન્ટની પત્ની પણ બાબા નીમ કરોલી માટે આદર ધરાવે છે. બાબાના ધામમાં તે ધાર્મિક અવતારમાં જોવા મળી હતી.હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ માનસિક શાંતિ માટે નૈનીતાલમાં બાબા નીમ કરોલીના ધામની મુલાકાતે ગઈ છે.
Neem karoli baba નામ કેવી રીતે પડ્યું? : બાબા એક દિવસ ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં સફર કરતા હતા. તેમની પાસે ટિકિટ નહોતી તો ટિકિટ ચેકરએ તેમને આગળના સ્ટેશન નીમ કરોલી પાર ઉતારી દીધા.
તો બાબા ત્યાં સ્ટેશન પાર તેમનો ચીમટો લઇ બેસી ગયા.ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી સિટી વાગી ગઈ હરિ જંડી બતાવી દીધી પણ ટ્રેન તેની જગ્ગાએથી એક ઇંચ પણ હલી નહિ. ત્યાં અચાનક ત્યાંના લોકલ મેજિસ્ટ્રેટની નજર બાબા પર પડી, તે બાબાને જાણતો હતો તેને ટિકિટ ચેકરને બોલાવ્યો બંને એ બાબાની માફી માંગી અને બાબા ને સન્માન પૂર્વક ટ્રેનમાં બેસાડ્યા. બાબા ટ્રેનમાં બેસ્યાને ટ્રેન ઉપડી. ત્યાં થી બાબાનું નામ નીમ કરોલી બાબા પડ્યું.