હિન્દુસ્તાનને હિન્દુસ્તાન જ રહેવા દેવા માટે સંધ સુપ્રીમો મોહન ભાગવત દ્વારા જણાવવામાં આવ્યું છે.
આરએસએસના વડા મોહન ભાગવતે ભારતીય મુસલમાનોને લઇને એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, મુસલમાનો માટે ભારતમાં ડરવા જેવી કોઇ વાત નથી. જો કે વર્ચસ્વનો પોતાનો દાવો છોડી દેવા માટે પણ મોહન ભાગવતે જણાવ્યું હતું.
ભારતમાં રહેતા મુસલમાનોને આજે કોઇ નુકસાન નથી. પોતાના વિશ્વાસ પર ટક્યા રહેવા માંગે છે તો તે કરી શકે છે. જો તે પોતાના પૂર્વજોની આસ્થામાં પાછા ફરવા માંગે છે તો તે આવું કરી શકે છે.
મોહન ભાગવતે આરએસએસ સાથે જોડાયેલા મેગેઝીન ઓર્ગેનાઇઝર અને પાંચજન્યને આપેલા ઇન્ટરવ્યૂમાં આ બાબતે જણાવતા ઉમેર્યું હતું કે મુસલમાનોએ એ ભાષા છોડી દેવી જોઈએ કે અમે એક વખત આ દેશ પર શાસન કર્યું હતું અને ભારત ઉપર ફરીથી શાસન કરીશું.