ખેડૂતોને બોનસ તરીકે રૂ. 30000 આપવાની જાહેરાત કરવામાં આવી છે. PM કિસાન યોજના (PM કિસાન સન્માન નિધિ) સિવાય, ખેડૂતોને 30,000 રૂપિયા આપવામાં આવશે. આ નાણાં ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે એક એકર જમીન ધરાવતા ખેડૂતને 15000 આપવામાં આવશે. જયારે વધુમાં વધુ બે એકર માટે જ બોનસ મેળવી શકાશે.
ગત વર્ષે ભારે વરસાદના લીધે ડાંગર પકવતા ખેડૂતોને મૉટે પાયે નુકસાન થયું હતું. જેના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની મદદથી ખેડૂત પોતાને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે થોડો સક્ષમ બને. એટલુ જ નહીં, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવનારું આ બોનસ, ખેડૂતોને આગામી સિઝનમાં પાક માટે ખાતરની ખરીદી કે બિયારણ માટે ઉપયોગમાં આવી શકશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિગતો આપતા જણાવ્યું હતું કે આનાથી 5 લાખ ખેડૂતોને લાભ મળશે. ગત વર્ષ 2022ના ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે, પરિણામે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. આથી મહારાષ્ટ્રના ડાંગર પકવતા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર મુજબ 30,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે જણાવ્યું હતું કે પીએમ ફસલ બીમા યોજના હેઠળ 16 લાખ 86 હજાર 786 ખેડૂતોને વીમા કંપની થકી 6255 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. સાથે સાથે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા વિશેષ પગલાં લેનાર હોવાનું પણ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો તમારી પાસે એક એકર ખેતી હોય તો તમને 15,000 રૂપિયા મળશે. આ પૈસા ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને તમે વધુમાં વધુ 2 એકર વિસ્તાર માટે જ તમે અરજી કરી શકો છો.