સેવ-ઉસળ, નામ સાંભળતા જ ખાવાની ઇચ્છા થઈ જાય અને આપણાં મનમાં બસ એક જ શહેર યાદ આવે ‘વડોદરા’ કારણ કે ગુજરાતમાં આવેલ વડોદરા શહેર તેના ‘સેવ-ઉસળ’ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આમ તો વડોદરામાં ઘણી જગ્યાઓ પર સેવ-ઉસળ મળે છે પરંતુ આજે આપણે વાત કરીએ વડોદરાના પ્રખ્યાત ૧૦ એવી જગ્યાઓ જયાં સેવ-ઉસળ મળે છે અને આ પ્રત્યેક સ્થળની પોતાની અલગ આગવી વિશેષતાઓ છે. વડોદરાના ૧૦ પ્રખ્યાત સેવ-ઉસળ આ પ્રમાણે છે:
- મહાકાળી સેવ ઉસળ: વડોદરા ના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલ પ્રાચીન એવા કીર્તિ સ્તંભ પાસે આવેલું છે જે વડોદરા માં સૌથી વધુ પ્રખ્યાત સેવ ઉસળ છે . ઉચ્ચ ગુણવત્તા , સારી બેઠક વ્યવસ્થા અને સર્વિસ ના કારણે વડોદરા નું સૌથી પ્રખ્યાત સેવ ઉસળ છે જેનો સ્વાદ અન્ય કરતા અલગ થઈ આવે છે.આ સેવ ઉસળ ને Red FM દ્વારા વડોદરા નું સૌથી પ્રખ્યાત અને સારા સેવ ઉસળ નો એવોર્ડ સમ્માનિત કરવામાં આવ્યું છે. આવી ઘણી વિશેષતાઓ ને કારણે તેની બીજી શાખા સયાજીગંજમા પણ આવેલી છે. ત્યાં ૪૦-૫૦ લોકો આરામથી સેવ ઉસળ ની મજા લઇ શકે એવી વ્યવસ્થા પણ છે. આની સાથે જ ઠંડા પીણાં થી લઇ ન બધી જ સુવિધા ઉપલબ્ધ છે. આમ વડોદરા વાસીઓ માં સેવ ઉસળ નું નામ આવતાં જ સૌથી પહેલા મહાકાળી સેવ ઉસળ નું જ નામ રટણ થાય.
- ગુંજન સેવ ઉસળ : તે પાણીની ટાંકી રોડ, કારેલીબાગ ખાતે આવેલું છે. જે વડોદરા નું બીજા નંબર ની સૌથી પ્રખ્યાત સેવ ઉસળ છે,અહી ની વિશેષતા એ છે કે અહી નું સેવ ઉસળ સૌથી તીખું , ચટપટું માણવામાં આવે છે.જેથી તીખું ખાવાના શોખીન ની પ્રથમ સ્થળ ગુંજન સેવ ઉસળ હોય છે અને હા ગુંજન સેવ ઉસળ તેની ચટણી, સર્વિસ ના ના કારણે ખુબ જાણીતી છે. ગુંજન સેવ ઉસળ ને પણ Red FM no સૌથી સારું અને વડોદરા નું બેસ્ટ સેવ ઉસળ નો થપ્પો પણ લાગેલો છે.
- લાલાભાઈ સેવ ઉસળ : એની વિશેષતા એ છે કે અહીંયા રાત્રે પણ સેવ ઉસળ મળી રહે છે. અહીંયા ની સૌથી પ્રખ્યાત સેવ હોય છે જે સ્વાદ માં પણ બીજા કરતા અલગ નિખરી આવે છે.ફક્ત એક જગ્યા એ સ્થાયી ન રહેતા તે શહેર ના અલગ અલગ વિસ્તાર માં પણ તેની શાખા મળી રહે છે. એની શાખા ફતેહગુંજ, રાઉપુરા, વાઘોિયારોડ , વિશ્વકર્મા રોડ જેવી ઘણા વિસ્તાર માં આવેલી છે.
- જય રણછોડ સેવ ઉસળ : જે માંજલપુર ફાટક પાસે આવેલું છે તેની વિશેષતા એ છે કે સેવ ઉસળ ‘ચૂલા’ પર બનાવામાં આવે છે. ચૂલા પર બનાવેલા કોઈ પણ વાનગી થી આપણે પરિચિત છે જેથી આ સેવ ઉસળ નો સ્વાદ અનોખો હોય છે.
- બાબુભાઈ સેવ ઉસળ : તે મહાવીર હૉલ, વાઘોડિયા રોડ પાસે આવેલું છે.જેની વિશેષતા ત્યાંનો વટાણા – રસો જે અન્ય કરતા અલગ છે. બાબુભાઈ સેવ ઉસળ જે વાઘોડિયા રોડ નું સૌથી પ્રખ્યાત સેવ ઉસળ છે.
- સાંઈનાથ સેવ ઉસળ : વડોદરા ના મધ્ય વિસ્તાર એટલે કે માંડવી પાસે આવેલું છે.અહી નું સેવ ઉસળ ખુબ જ તીખું હોય છે અને જે માત્ર રાતે જ મળે છે જે લગભગ રાત ના ૩ વાગ્યા સુધી મળી રહે છે જે થી રાત્રે તીખું ખાવાના શોખીન લોકો રાતે ત્યાં જઈ સકે છે.રાતે સેવ ઉસળ ખાવાની મજા માણતા વડોરાવાસીઓને નજરે દેખાય છે.
- રતનપુરનું સેવ ઉસળ : વડોદરા થી ૫-૬ કિલોમીટર ના દૂરી પર આવેલું રતનપુર નું સેવ ઉસળ વડોદરા – ડભોઈ રોડ પર આવેલું છે.આમ, હાઇવે પર આવેલું હોવાથી આવતા-જતા લોકો તેનો સ્વાદ માણી શકે છે.ત્યાં ભજીયા સાથે સેવ ઉસળ નો આનંદ કઈ અલગ છે. રવિવાર ના દિવસે લોકો સેવ ઉસળ નો આનંદ માણવા માટે ખાસ આનીજ મુલકાત લેતા હોય છે.
- જય જલારામ સેવ ઉસળ : વાઘોડિયા રોડની શાન એટલે જલારામ સેવ ઉસળ જે જશરાજ કોમ્પલેક્ષ માં આવેલું છે. ત્યાંની સેવ ઉસળ નો લાલ તરી એની જ એની ઓળખ છે. ત્યાં એ વિસ્તાર ના જુવાનિયાઓ ની બેઠક એટલે જય જલારામ સેવ ઉસળ.
- ફાયર સ્ટેશન પાસે આવેલ મહાકાળી સેવ ઉસળ : અહીનો સ્વાદ સારો હોય છે અને અહીની મુખ્ય વિશેષતા છે કે તેઓ સેવ ઉસળ સાથે લસ્સી પણ આપે છે અને લસ્સી નો ટેસ્ટ પણ લાજવાબ હોય છે.
- જી.આઈ.ડી.સી. પાસે આવેલ મહાકાળી સેવ ઉસળ : જી.આઈ.ડી.સી. પાસે આવેલુ હોવાથી ત્યાં કામ કરતા લોકો માટે એક સારો વિકલ્પ બની રહ્યુ છે. ઉત્તમ સ્વાદ અને ગુણવત્તા સાથે સારી સર્વિસ આપે છે.
વડોદરા એટલે ત્યાં નું સેવ ઉસળ અને સેવ ઉસળ એટલે એતો વડોદરા નું જ તરીકે જાણીતા છે.આમ આપણે વાત કરી વડોદરાના ૧૦ પ્રખ્યાત સેવ-ઉસળની તો તમે પણ એક વાર અચુક મુલાકાત લઇને વડોદરાના પ્રખ્યાત એવા સેવ-ઉસળનો આનંદ લો.