આપણો ભારત દેશ ખૂબ ધાર્મિક છે. આપણા દેશ માં મંદિરો એક પ્રકારનું વિશેષ મહત્વ છે.આપણા દેશ માં અલગ-અલગ ધર્મ પાડતા લોકો વસે છે. ભારત દેશ માં બહું બધા મંદિરો આવેલા છે. એમાં તો અમુક મંદિરો તો ખૂબ જ સુંદર અને નયનરમ્ય કલાકારી માટે જાણીતા છે. આવા મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાય ના છે. તેમના મંદિરો તેમની ઝીણવટ પૂર્વક કરેલી કલાકારી ના કારણે દુનિયાભર માં પ્રસિદ્ધ છે.
સ્વામિનારાયણ સપ્રદાયના મંદિરો ભારત માં ઘણા બધાં શહેરો માં આવેલા છે. તેજ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય નું એક મંદિર સંસ્કારી નગરી એવા વડોદરા શેહેર માં અટલાદરા ખાતે આવેલ છે. તે ખૂબ સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત મંદિર છે, જે વૃક્ષો અને ફૂલોથી ઘેરાયેલો છે. મુખ્યત્વે ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ, ગુરુની મૂર્તિઓ અહીં પૂજા કરવામાં આવે છે. તે વિદેશી ડિઝાઇન અને સ્થાપત્યની રચના છે. તે પાર્કિંગ સુવિધા સાથે વિશાળ વિસ્તાર ધરાવે છે. અને તે સાંસ્કૃતિક, સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પણ જાણે છે.
આ મંદિરમાં તમે ભગવાન કૃષ્ણ, શિવ અને હિન્દુ ગ્રંથોના સુંદર અને વિદેશી કોતરવામાં ચિત્રો જોઈ શકો છો. મંદિરનું પર્યાવરણ ખૂબ જ તાજું અને શાંતિપૂર્ણ છે. મંદિર કે જ્યાં મહિલાઓને મુલાકાત લેવાની પરવાનગી નથી, માત્ર પુરુષો તે સ્થાનોમાં દાખલ કરી શકે છે મંદીરની સમિતિ દ્વારા મંદિરને સુશોભિત અને સુવ્યવસ્થિત રાખવામાં આવે છે, વિવિધ પ્રસંગો પર તમે મંદિરમાં ઘણું ઝભ્ભો જોઈ શકો છો, કારણ કે જુદ-જુદા સ્થળેના લોકો ભગવાનની ભક્તિ કરવા અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે અહીં આવે છે.
મંગલ આરતી ૬ વાગે શરૂ થાય છે, ત્યારબાદ શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી. ત્યાં વિવિધ ઘટનાઓ છે જે સાપ્તાહિક પાયા પર થાય છે જેમ કે બાલ સભા, સત્સંગ જ્યાં લોકો ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ભરોસાથી સંપૂર્ણ રીતે આનંદ માણે છે. વિશ્વભરમાં સ્વામી બાપા ના ૧૧૦૦ મંદિરો છે. મંદિરની પોતાની હોસ્પિટલ પણ છે.
આ મંદિરની ઉપદેશ ભારતીય સંસ્કૃતિ, કુટુંબ એકતા અને હિન્દુ ધર્મના આદર્શોને જાળી રાખવા પર ભાર મૂકે છે. તે મૂળભૂત રીતે અક્ષર નિર્માણ, આત્મવિશ્વાસ અને માનવ કલ્યાણનું લક્ષ્ય ધરાવે છે. આ મંદિરમાં પેઇન્ટિંગ અને શિલ્પોનો એક સારો સંગ્રહ છે જે પ્રવાસીઓ માટે આકર્ષણ નો સ્રોત છે. સમગ્ર વર્ષ દરમિયાન ભારતીય નાગરિક માટે તમામ ભારતીય તહેવારો ઉજવાય છે. જેથી પ્રાચીન કાલ થી ચાલી આવતી પરંપરા સચવાઈ રહે છે.
અટલાદરા માં આવેલ આ સ્વામિનારાયણ મંદિર ખાસી મોટી જગ્યા માં વિસ્ત્રાયેલું છે. સ્વામિનારાયણ મંદિર માં મોટા-મોટા સભા કરવા માટે ના સભા હોલ છે. જેમાં બાલ સભા અને મોટા પુરૂષો તેમજ સ્ત્રીઓની સભા બેસાડવા માં આવે છે. અહીંયાં વિદ્યાર્થીઓને રેહવા માટે હોસ્ટેલની સગવડ પણ છે. હોસ્ટેલમાં રેહતા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની મોટીવેશનલ સ્પીચ આપવા માં આવે છે. જે ત્યાં રહેતા સંતો દ્વારા આપવા માં આવે છે અને વિદ્યાર્થી ઓ માટે ખાસ પ્રકારના પ્રવાસ નું પણ આયોજન કરવા માં આવે છે. અહીંયા રેહતા વિદ્યાર્થી ઓ પરીક્ષા માં પ્રથમ ક્રમાંકે અથવા પ્રથમ પાંચ ક્રમાંક માં ઉત્તીર્ણ થાય તો એમને ઈનામ આપવા માં આવે છે અને ઈનામ માં ટ્રોફી આપવામાં આવે છે જેથી એમને પ્રોતસાહન મળે. આં મંદિર માં તેમના માટે અલગ-અલગ પ્રોગ્રામ નું આયોજન કરવામાં છે જેમાં સંસ્કૃતિ કાર્યકમ નું ખાસ રાખવા માં આવે છે. જેથી ત્યાં રેહતા વિધાર્થીઓ ને જ્ઞાન આપણી સંસ્કૃતિ વિશે.
સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમવતી નામ નું એક ભોજનાલય છે. જે તેના શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન ના લીધે આખા વડોદરા માં પ્રસિદ્ધ છે. પ્રેમવતી માં હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ માટે જમવા નું બનવા માં આવે છે. પ્રેમવતી ના પફ અને ખીચડી તેમજ ગુજરાતી ખાવાનું ખૂબ ખ્યાતનામ છે. અહીંયા શની અને રવી વારે વડોદરા ના લોકો જમાવા માટે આવે છે. શનિ અને રવિવારે આખું પ્રેમવતી છલોછલ હોય છે વડોદરા ના લોકો થી. સ્વામિનારયણ મંદિર માં સ્પેશિયલ જમવાનું કરવા માં આવે છે.
જયારે વડોદરા માં પૂર કે કોઈ બીજી કુદરતી આફત આવે તો તેમાં ફસાયેલ લોકો માટે મદદ આપવા માં છે. સ્વામિનાાયણના આ મદ્દિર ની બાજુ માં એક હોસ્પિટલ પણ ચાલું કરવા માં આવેલ છે. જે ૨૪ કલાક કામગીરી આપે છે. જે ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે અને તેના ભાવ પણ ઓછા છે બીજી હોસ્પિટલો ની સરખામણી માં. સ્વામિનારયણના આ મંદિર ને જોવા લોકો દેશ-વિદેશ થી ઉમટી પડે છે. આ મંદિર એક ફેમિલી પ્રવાસ માટે નું એક સારું અને શાંતી વાડી જગ્યા છે.