- અમેરિકા વિઝા પ્રોસેસ સરળ બનાવશે.
- વિઝા માટેનો સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા : અમેરિકી વિદેશપ્રધાન
- વિઝા નો સમય ઘટાડવા ઘણા પગલાં ભર્યા : અમૅરિકા
અમેરિકાના વિઝા મેળવવા માટેની અપોઈન્ટમેન્ટ માટે ભારતીયોએ દોઢથી બે વર્ષ સુધી રાહ જોવી પડે છે. પાછલા ઘણાં સમયથી આ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓ ( student visa ) અને વેપારીઓએ ( work visa) મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમેરિકન સરકારે કમર કસી લીધી છે અને મોટા નિર્ણય લેવાયા છે.
અમેરિકી સરકારે ભારતીયો માટે વિઝા પ્રોસેસ સરળ બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે. અમૅરિકા જવા માંગતા ભારતીયો એ હાલ વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ સમયગાળો ઘટાડવા માટે લાંબા સમય થી માંગ થઈ રહી છે. આ સંદરફે એક પ્રશ્નના ઉત્તર માં અમેરિકી સરકાર ના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે લોકોના લોકો સાથે ના સંબંધો જ ભારત – અમેરિકા સંબંધો નો આધાર છે.
વિઝા પ્રોસેસમાં લાગતો સમય મહત્વનો છે અને અમે આ સમયગાળો ઘટાડવા માટે પ્રયાશ કરી રહ્યા છીએ. વધુમાં અધિકારીઓ જણાવે છે કે અમેરિકાએ કોરોના મહામારી પછી પહેલાની સરખામણીમાં 36 ટકા વધારે વિઝા આપ્યા છે. ભારતમાં પણ સ્ટાફ વધારવામાં આવ્યો છે અને તેઓ શનિવારના રોજ પણ કામ કરે છે. તેમ થતાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું મુશ્કેલ બનતા બ્યૂરો કંઈક એવું કરવા જઈ રહ્યું છે જે પાછલા 20 વર્ષમા નથી કર્યું- ડોમેસ્ટિક અથવા સ્ટેટ-સાઈડ વિઝા રિન્યુઅલ. H-1B, H-4, L-1 અને L-2 વિઝા ધરાવતા લોકો માટે આ વિકલ્પ ઉપ્લબ્ધ હશે. સમયની સાથએ અન્ય કેટેગરીમાં પણ તેને લાગુ કરવામાં આવશે.
અમે અમેરિકી વિદેશ પ્રધાન કહે છે કે વિઝા માટે નો સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા છે. ફોઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડિસ્પોરાઃ સ્ટડીઝ વિઝા પ્રોસિસિન્ગ માં લાગતો સમય ઘટાડવાનો મુદ્દો બાઇડેન સરકાર સમક્ષ વારંવાર ઉઠાવતું રહ્યું છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.