લોકો કહે છે ને “મન હોય તો માળવે જવાય” આ કેહવત ને ૩ વરસની દીકરીએ સાબિત કરી બાતવ્યું છે.
ત્રણ વર્ષની બાળકીએ પોતાનું નામ નેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું, તે અંગ્રેજી શબ્દો એવા કળકળાટ બોલે છે ને…
અંગ્રેજીની કહેવત Where There is a Will There is a Way અર્થાત મન હોય તો માળવે જવાયને સાચી પાડી છે.
હજી સ્કુલમાં પણ દાખલ ન ભણતી આ ત્રણ વર્ષની છોકરીએ તેના જીવનમાં એક ઊંચો મુકામ હાંસલ કરી બતાવ્યો છે. એજ્યુકેશન પ્રોફેશનમાંથી આવતા માતા-પિતાની દિકરી અધિષ્ઠરી એ માત્ર બે જ મિનિટમાં અંગ્રેજી આલ્ફાબેટના નામ, અધરી-અધરી કાર અને મોટરસાયકલ કંપનીના નામ સાથે જોડીને બોલતી જોઈને ભલાભલા લોકો ચક થઈ જાય ગયા છે. તેણીની આ સિદ્ધિ બદલ તેનું નામ ઘણા નેશનલ-ઈન્ટરનેશનલ રેકોર્ડમાં નોંધાયું છે.
ચિનસુરા વિશ્વાસની પુત્રી અધિષ્ઠરી બિસ્વાસે ઘણા બધા આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ગત નવેમ્બરમાં તેણીએ નેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ભારતનું ગૌરવ વધાડયું છે. તેણીએ આ રેકોર્ડ પોતાના નામ કરવા માટે Aથી Z સુધીના આલ્ફાબેટ્સને મોટરસાયકલ્સ અને કારના નામ સાથે માત્ર બે જ મિનિટમાં બોલી બતાવ્યા હતા. જોકે આ રેકોર્ડ અંગેનું સર્ટીફિકેટ તેના ઘરે નવા વર્ષે જ આવ્યું છે. આ સફળતાના પગલે ઘરના તમામ સભ્યોમાં ખૂબ જ ખુશ છે. અધિષ્ઠરાએ હજી તો સ્કુલમાં એડમિશન પણ લીધું નથી છતાં તે અંગ્રેજીના અધરા શબ્દોનું ઉચ્ચરણ પણ ખૂબ જ સ્પષ્ટ રીતે કરી શકે છે.
તેના પિતા અભિજીત બિસ્વાસ પોતે પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, જ્યારે તેણીની માતા ઘરમાં જ ટ્યુશન ભણાવે છે. તેણીએ વિવિધ કાર કંપનીના નામ વિવિધ ગેમના માધ્યમથી પોતાની માતા પાસેથી શીખવાનું શરૂ કર્યું હતું. આ સિવાય તેણીએ તેની માતા પાસેથી વિવિધ પ્રાણીઓના નામ અને છોડના નામ પણ શીખ્યા હતા. માતા પાસેથી તેણીએ વિવિધ ગેમના માધ્યમથી કાર કંપનીઓ, પ્રાણીઓ અને છોડના નામો શીખ્યા હતા. તે એક મિનિટમાં 100 GKs બોલવાની પણ ક્ષમતા ધરાવે છે. તેણીને સંગીતમાં પણ ખૂબ જ રસ છે. તેના માતા-પિતા પણ ઈચ્છે છે કે તે ભવિષ્યમાં તે આ ક્ષેત્રમાં આગળ વધે. સાથે અગાઉ બે વર્ષની ઉંમરે પણ અધિષ્ઠરીએ તેનું નામ ઈન્ડિયન વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું.
તેની આ સિદ્ધિ પાછળ માતાનો ખુબ મોટો હાથ છે.તેની માતાએ તેને રમતા રમતા જ લગભગ બધું શીખવાડ્યું છે.
તેની માતા રાજકુમારી બિસ્વાસે તેની આ સિદ્ધી અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે એને રમતા રમતા શીખવાડતા આ માટે અમે વિવિધ વસ્તુઓ વિશે તેને સમજાવતા રહેતા હતા. તેના પગલે તેણીની યાદશક્તિ મજબૂત થતી ગઈ. તેણીને પણ વિવિધ શબ્દો વિશે જાણવામાં ખૂબ જ રસ છે. તેના પગલે તેની ધીરે-ધીરે વિવિધ વિષયોમાં પકડ કેળવાતી ગઈ. અમે તેનું રેકોર્ડમાં નામ નોંધાવવા માટે વિવિધ કંપનીને તેણીનો વીડિયો મોકલીને જાણ કરતા. જોકે ત્યાર પછીથી મારી દિકરીને એક પછી એક એવોર્ડ મળવા લાગ્યા હતા. અમને તેણી પર ખૂબ જ ગર્વ છે.
છોકરાઓને આગળ વધતા જોઈ દરેક માતા પિતા પોતાને ગર્વ અનુભવે છે.