ભારતથી ઉચ્ચ અભ્યાસમાટે કેનેડા ગયેલા હરિયાણાના યુવાનનું ટોરેન્ટો ખાતે ટ્રકની ટક્કરના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમાચાર સ્વદેશમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
કાળજું કંપાવી દેતી, કુદરતના કઠણ કાળજાનો અનુભવ કરાવી દેતી આ હ્દયદ્રાવક ઘટાણાવી વિગત એવી છે કે, ભારતના હરિયાણામાં આવેલા કરનાલ ખાતે સૈની પરિવાર રહે છે. આ પરિવારનો કુલદીપક, પરિવારજનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં અભ્યાસ કરવા ગયો. પોતાના પિતાના સપનાને સાકાર કરવા વર્ષ 2021માં કેનેડા ગયેલો કાર્તિક સૈની નામનો આ વિદ્યાર્થીની આંખોમાં પરિવારને સુખી કરવાનો ઉત્સાહ જોવા મળતો હતો. પરિવારનો લાડકવાયો અને સમગ્ર ગામનો પ્રીતિપાત્ર બની ચૂકેલો કાર્તિક અભ્યાસમાં ધ્યાન પરોવી રહ્યો હતો. દરમિયાન ગત્ બુધવારે સાંજે 4 વાગ્યે તે કેનેડાના ટોરોન્ટો ગયો હતો. તે વિસ્તારમાં તે જ્યારે સાયકલ ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક ઝડપી પીક-અપ ટ્રક સાથે કાર્તિક સૈની ટકરાઇ જવા પામ્યો હતો. પરિણામે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે તેને સારવાર માટે લઈ જવાઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ કાર્તિકે દમ તોડી દીધો હતો.
આ ગમખ્વાર ઘટનાની જાણ હરિયાણામાં તેના પરિવાર સાથે રહેતી તેની બહેન પરવીન શાઇનીને કૉલેજ દ્વારા એક સંદેશ મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્તિકના સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. કોલેજના પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ સહિત કૉલેજ પરિવાર અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અકસ્માતના સ્થળે એક અસ્થાયી સ્મારક બનાવવામાં આવ્યું છે. ટોરોન્ટોમાં વકીલ જુથે કાર્તિકના સન્માનમાં બાઇક રાઇડનું આયોજન કર્યું છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વકીલોએ મોટી સંખ્યામાં કાર્તિકને શ્રદ્ધાંજલિ આપશે.