બાગેશ્વર ધામ ( bageshwar dham ) ના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ( Dhirendra shastri ) સતત ચર્ચામાં રહે છે.બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતોના કેટલાક વિવાદાસ્પદ નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલા સમયથી ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યાં કેટલાક લોકોએ,નેતાઓએ પણ તેમને સમર્થન આપ્યું.
એક તરફ તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે. સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી ( Dhirendra shastri ) પર ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ પણ છે. આ દરમિયાન છત્તીસગઢના બિલાસપુર પહોંચેલા જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમને પડકાર ફેંક્યો હતો.પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ( dhirendra shastri ) નું નામ લીધા વિના શંકરાચાર્યએ કહ્યું કે જે લોકો ચમત્કાર બતાવે છે.તેઓ જોશીમઠમાં આવીને ધસતી જમીનને રોકી બતાવે, પછી હું તેમના ચમત્કારોને માનીશ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એમ પણ કહ્યું હતું કે જે લોકો વેદ અનુસાર ચમત્કાર બતાવે છે.તેમને હું માન્યતા આપું છું, પરંતુ જે લોકો ચમત્કારિક બનવાનો પ્રયાસ કરે છે તેમને હું માન્યતા આપતો નથી.
તાજેતરમાં જબલપુરમાં આપેલા શંકરાચાર્યએ કહ્યું હતું કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે મુસ્લિમોને અલગ કરી દેવા જોઈએ કારણ કે તેઓ તેમની ભૂમિ પર જવાથી ખુશ થશે. તેથી જ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન બન્યું, પરંતુ તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં જ રહ્યા. જો તેમને અહીં સુખ-શાંતિ મળી રહી છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે આ બાબત પર એક વાર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ.તેઓ સતત અખંડ ભારત માટે કેતા હોય છે.તમને એ પણ જણાવ્યું કે ધર્મ પરિવર્તન કરવો જરૂરી નથી કેમ કે જે મુસાલમાન ભારતમાં રહ્યા છે એમને કોઈ તકલીફ નથી તો બંને દેશને એક થઇ જવું જોઈએ.તેના પર ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર કરવો જોઈએ.