મકાન ભાડે આપવા અને લેવા બાબતે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ – 2021માં નવો કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં ભાડુઆત અને મકાન માલિકના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે.
પહેલા આપણે લેન્ડ લોર્ડ એટલે કે મકાન માલિકના અધિકારો વિષે થોડું જાણીશું.
લેન્ડ લોર્ડના અધિકારો જોઈએ તો કેટલાક અધિકારો અહી આપેલા છે. ભાડુ આપવાની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય અને ભાડુઆતે રૂપિયા ન આપ્યા હોય તો મકાનમાલિક મકાન પાછું મેળવવાનો હકદાર છે. ભાડૂઆત સાથે થયેલા bhada karar માં મૂકેલી શરતો સિવાયની શરતો લાગુ નથી પડતી. જો ભાડૂઆત સ્વચ્છતા ના જાળવે તો મકાન ગંદુ રાખવા બદલ મકાનમાલિક ભાડુઆતને લડી પણ શકે છે. એક મહિના પહેલાંથી મકાન ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં જો ભાડુઆત મકાન ખાલી ન કરે તો એ ગુનો બને છે.
હવે ભાડુઆતના અધિકાર ઉપર એક નજર નાખીએ.
મકાન માલિક બે મહિનાથી વધારે ભાડુ એડવાન્સ ન વસૂલી શકે. કોમર્શિયલ વપરાશ માટે અપાતા મકાન માટે આ સીમારેખા 6 મહિના સુધીની નક્કી કરવામાં આવી છે. જમા કરેલી આ રકમ મકાન ખાલી કર્યાના 1 મહિનામાં મકાનમાલિકે સુપરત કરવાની હોય છે.
જો ભાડુઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક તાળુ તોડીને ઘરમાં પ્રવેશ ન કરી શકે. તેના સામાનને પણ બહાર ફેંકી ન શકે. મકાન માલિક પૂર્વ સૂચના આપ્યા વગર ભાડૂઆતના કબજા વાળા ઘરમાં પણ ન જઈ શકે.
ભાડુ વધારવા માટે મકાન માલિકે નોટિસ આપવાની રહે છે, મકાનમાલિકે આ નોટિસ 3 મહિના પહેલા આપવાની રહે છે. બંને પક્ષો વાટાઘાટો કરીને ભાડાની રકમમાં વધારો કરી શકે છે. આવી પ્રોસેસ વગર વધારવામાં આવેલું ભાડુ ગેરકાયદેસર માનવામાં આવે છે. ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિકે એક મહિના પહેલા જાણ કરવાની હોય છે.
કેટલીક વખત મકાનમાલિકો મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. કેટલાક કિસ્સાઓમાં ભાડૂઆતોને અચાનક જ ભાડુ વધારવા માટે કહી દે છે. તો વળી અચાનક મકાન ખાલી કરવા માટે પણ ક્યારેક મકાન માલિક કહી દે છે. આવામાં કિસ્સાઓમાં ભાડુઆતોએ પરેશાન થવું પડે છે. જેના કારણે સરકાર દ્વારા બનાવાયેલ નિયમોની જાણ હોવી અત્યંત આવશ્યક છે.
નવા બનાવાયેલા ભાડુઆત નિયમ 2021 અનુસાર, મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે rental agreement હોવો અનિવાર્ય છે. તેમાં ભાડુ કેટલુ અને કેટલા સમય સુધીમાં આપવાનું રહેશે, એડવાન્સ ભાડુ સહિતની વિગતોનો કાયદેસર ઉલ્લેખ કરવામાં આવે છે. rental agreement સમયાંતરે રિન્યૂ કરવાનો રહે છે.