લિંક મારફતે Whatsapp ગ્રુપમાં જોડાતી મહિલાઓને લાલબત્તી
શહેરમાં પોલીસ સહિત સમગ્ર સમાજને લાલબત્તી સમાન કેટલીક ઘટનાઓ બની રહી છે. જેના ઉપરથી બોધપાઠ લઈને પુરુષો ઉપરાંત મહિલાઓએ પણ સાવચેતી દાખવવાની જરૂર છે.
પૃથ્વી ઉપરના દરેક પ્રાણીને કુદરતે આપેલી ભેટ ગણો કે અભિશાપ ગણો, પરંતુ દરેકને સેક્સની આવશ્યકતા પડતી હોય છે. જેમાં ચોપગા પ્રાણીથી માંડીને બે પગા મનુષ્ય સહિત દરેક જીવોનો સમાવેશ થઈ જાય છે. જેમાં પુરુષો તો પોતાની કામેચ્છાને યેનકેન પ્રકારે શાંત કરી દેતા હોય પરંતુ મહિલાઓ સંકોચવશ પોતાની કામેચ્છા કોઈ પણ પુરુષ સમક્ષ પ્રદર્શિત કરી શકતી નથી. જેના પરિણામે આવી મહિલાઓને કામેચ્છાની પૂર્તિ કરવા માટે વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડતી હોય છે.
ઉચ્ચ ધનિક પરિવારોની મહિલાઓને ઓળખનારા લોકો પણ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ પોતાની કામેચ્છા અન્ય પુરુષ એટલે કે પરપુરુષ સમક્ષ જાહેર કરી શકતી નથી. જેના પરિણામે તેઓએ હસ્તમૈથુન અથવા સમલૈંગિક સંબંધોનો આશરો લેવો પડે છે. આવા સમલૈંગિક સંબંધો ક્યારેક મુશ્કેલી નોતરતા હોવાની ઘટના પણ વખતોવખત પ્રકાશમાં આવતી હોય છે. તાજેતરમાં બનેલી ઘટનાઓએ સમગ્ર સમાજ માટે લાલબત્તી ધરી દેતા સમલૈંગિક સંબંધોનો આશરો લેતી મહિલાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, કેટલીક યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ગ્રુપ ચલાવતી હોય છે. જેમાં સમલૈંગિક સંબંધોમાં રુચિ ધરાવતી મહિલાઓને મેમ્બર બનાવવામાં આવે છે. નવી મેમ્બર બનેલી યુવતીને પ્રાથમિક પરિચય બાદ કેટલીક યુવતીઓ પોતે લેસ્બિયન હોવાનું જણાવે છે. ત્યાર બાદ યોગ્ય સમય આવ્યેથી, નવી સામેલ થયેલી ગ્રુપ મેમ્બરને વિડીયો કોલ કરીને ક્રમશઃ તેના શરીર ઉપરથી આવરણ અળગા કરવાનું કહે છે.
બીજી બાજુ વિડીયો કોલ કરનારી યુવતીઓ પણ પ્રિરેકોર્ડેડ વીડિયોની મદદથી નવી આગંતુક યુવતીને ભ્રમમાં નાખીને વીડિયો કોલર યુવતી પોતે પણ વસ્ત્રો ઉતારી રહી હોવાનો આભાસ ઉભો કરે છે. આ રીતે આગંતુક યુવતી પાસે વસ્ત્રો ઉતરાવીને વીડિયો કોલ રેકોર્ડ કરી લેવાય છે. ત્યારબાદ, લેસ્બિયન્સમાં રુચિ ધરાવતી આવી, નવી આગંતુક યુવતીઓને તેનો નિર્વસ્ત્ર વિડીયો અથવા ક્લિપ બતાવીને તેની પાસેથી નાણાંની માંગણી કરવામાં આવે છે. આ આખા રેકેટ પાછળ અનેક યુવતીઓ કામ કરતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
મહિલાઓના આવા નિર્વસ્ત્ર વિડીયો ઉતારીને ત્યાર પછી તેની ક્લિપ Whatsapp માં મોકલીને તેની પાસેથી નાણાંની માંગણીઓ શરૂ કરી દેવાય છે. આવી યુવતીઓ સામે તાજેતરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શ્રીમંત ઘરની અનેક મહિલાઓ આવા રેકેટનો શિકાર બનતા સાયબર સેલ દ્વારા આવી મહિલા આરોપી ગેંગનો સામે પર્દાફાશ કરી દેવાયો છે. જોકે આ રેકેટમાં સગીર વયની કિશોરીઓથી માંડીને ઉંમરલાયક મહિલાઓ સુધી અનેક સ્ત્રીઓને શિકાર બનાવવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાનું શિયળ જાળવી રાખવા માંગતી અપરિણીત યુવતીઓ કે, પરપુરુષ થી દૂર રહેવા માંગતી પરિણીત મહિલાઓ, કોઈ પુરુષ સાથે મિત્રતા કરવાને બદલે મહિલા સાથે મિત્રતા કરીને પોતાની કામવાસના શાંત કરવાનો પ્રયાસ કરતી હોય, એવા સંજોગોનો લાભ ઉઠાવીને આ મહિલા આરોપી ગેંગ, શ્રીમંત પરિવારની યુવતીઓ કે મહિલાઓને બદનામ કરીને રૂપિયા પડાવવાનું કામ કરી રહી છે.
પરિણામે, સોશિયલ મીડિયાના માધ્યમથી સમલૈંગિક સંબંધો બનાવીને, પોતાની શારીરિક ભૂખ સંતોષવા માંગતી યુવતીઓ કે મહિલાઓ આવી ગેંગનો શિકાર બની શકે છે. જેથી લેસ્બિયન સંબંધોમાં રાચવાના સપના સેવી રહેલી મહિલાઓએ હવે ચેતી જવાનો સમય પાકી ગયો છે.