સ્ટોકહોમ સહિત અન્ય 8 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર થયેલા રિસર્ચમાં આ ખુલાસો થયો છે. રિસર્ચ અનુસાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે સ્વતંત્રતા ખૂબ જ છે, પરંતુ દરેક કામમાં વિલંબ કરવાની આદતથી 50% વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઇ રહ્યું છે. વિલંબની આદતથી લોકોના સંબંધો બગડી રહ્યા છે. ઊંઘને અસર થઇ રહી છે. આવા લોકો એકલતા અનુભવે છે. હતાશાનો શિકાર બને છે.
આ આદત મોટા ભાગે એક સારી વ્યક્તિના વ્યક્તિત્વ અને તેના જીવનની સફળતાને ખતમ કરે છે. એક અન્ય રિસર્ચ અનુસાર દરેક કામગીરીમાં ઢીલની આદતથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. જે લોકોમાં આળસ કરે છે તેમનામાં ઉચ્ચ સ્તરના તણાવનું જોખમ વધુ રહે છે. તેમનો આત્મવિશ્વાસ પણ ઘટે છે.
દરેક કામમાં આળસ અને વિલંબ કરતા લોકોમાં ખભામાં દુખાવો, અનિદ્રા, વધુ એકલતા અને વધુ નાણાકીય મુશ્કેલી જેવી સમસ્યા રહે છે. જોકે આ આદત સુધારી શકાય છે. દિનચર્યામાં બદલાવથી અસર ઓછી કરી શકાય છે. જેમ કે કેટલાક સમય સુધી મોબાઇલનો ઉપયોગ ટાળવો. સ્વયં માટે સમય કાઢવો. પ્રોકાસ્ટિનેશન પાછળનું કારણ જાણવા પ્રયાસ કરવો જોઇએ.
જો તમારું થોડું પણ સ્વાસ્થ્ય ખરાબ થાય તો તરત જ ડૉક્ટર પાસે સલાહ લેવામાં પણ નિરુત્સાહી રહીએ છીએ. એટલે જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો ખતરો રહે છે. આ જ રીતે તણાવ, અસ્વસ્થ જીવનશૈલી અને સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે સલાહ લેવામાં પણ વિલંબ કરીએ છીએ.આમ કરીને પોતાના સ્વાસ્થ્ય પર જ અસર કરીએ છીએ.