આવકવેરાના નિયમ મુજબ જો Aadhar Pan card link કરેલું નહીં હોય તો PAN કાર્ડ નકામું થઈ જવાની સંભાવનાઓ રહેલી છે.
તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જેમણે હજી સુધી પોતાના pan aadhaar card link નથી કર્યું એવા લોકો આવકવેરા અધિનિયમ 1961 મુજબ, તમામ PAN ધારકો કે જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી તેઓએ 31.3.2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN ને આધાર સાથે નિયત મુદત સુધીમાં લિંક નથી કરવામાં નહિ આવે તો તેવા PAN તા. 01.04.2023 થી નિષ્ક્રિય બની જશે.
આધાર કાર્ડ સાથે પાન કાર્ડને ઓનલાઈન લિંક કરવાની જાણો પધ્ધતિ :
આ સાથે આપેલી વિગતોને અનુસરીને તમારા PAN અને આધારને ઑનલાઇન લિંક કરી શકો છો:
- તમારા PAN અને આધારને લિંક કરવા માટે આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ ખોલો.
- ત્યાં આપેલ ફોર્મમાં તમારો PAN અને આધાર નંબર દાખલ કરો.
- તમારા આધાર કાર્ડમાં લખ્યા મુજબ તમારું નામ એન્ટર કરો.
- સ્ક્રીન ઉપર આપેલ કોડ તેની નિયત જગ્યાએ ટાઈપ કરો.
- “લિંક આધાર” બટન ઉપર ક્લિક કરો.
- તમને એક પોપ-અપ મેસેજ દેખાશે કે તમારું તમારા PAN સાથે આધાર સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, PAN અને આધારના તમારા તમામ દસ્તાવેજોની તમામ વિગતો એકબીજા સાથે મેળ ખાતી હશે તો જ PAN અને આધાર સફળતાપૂર્વક લિંક થઈ શકશે. જો તમારા નામમાં કે સ્પેલિંગમાં કોઈ ભૂલ હશે તો તમારું PAN આધાર સાથે લિંક કરવામાં આવશે નહીં. તમે તેને UIDAI વેબસાઇટ અથવા NSDL PAN પોર્ટલ દ્વારા બદલી શકો છો. જો કોઈ ભૂલો હોય, તો તમે આ પદ્ધતિ અપનાવીને તેને સુધારી શકો છો.
જો તમારે જન્મ તારીખ કે લિંગ જેવી સામાન્ય માહિતી બદલવાની જરૂર હોય, તો પણ તમારે નવીકરણ માટે સહાયક દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે.
એકવાર મંજૂર થયા પછી, ગ્રાહક તેના પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા આ બંને દસ્તાવેજો, સરકારી કામ માટે ખૂબ અગત્યના છે. જેના કારણે ઘણા સરકારી લાભો પણ મળે છે.