Online Money Transfer કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક દિવસની મર્યાદા નક્કી કરેલી છે. આવો જાણીએ જુદી જુદી એપ્લિકેશનથી નાણાં ટ્રાન્સફર કરવાની વિગતો.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર તમે એક દિવસમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. જો કે, તમે એપ્લિકેશન યૂઝ કરો છો તેના પર પણ ટ્રાન્સફરની રકમનો આધાર રહેતો હોય છે.
આપનો દેશ ડિજિટલ યુગમાં પ્રવેશી ચુક્યો છે ત્યારે ખાસ કરીને કોઈને નાણાંનું ચુકવણું કરવા માટે લોકો યૂપીઆઈ એપ્સનો બહોળો ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં એ જાણવું પણ જરૂરી છે કે આ યૂપીએ એપ્સમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી છે. દુનિયાની સાથે કદમ મિલાવી રહેલું ભારત પણ ડિજિટલાઈઝેશનને અપનાવી રહ્યું છે. ચુકવણું કરવા માટે હવે રોકડ કરતા ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા માધ્યમોનો ઉપયોગ વધી રહ્યો છે. ખરીદી કરવી હોય, જમવાનું મંગાવવું હોય કે ટેક્સી મંગાવવી હોય કે બીજી કઈ પણ, પેમેન્ટ તો ઓનલાઈન જ કરાય છે. જો કે, એ જાણવું જરૂરી બની રહે છે કે આ ઓનલાઈન પેમેન્ટ એપના માધ્યમથી તમે એક દિવસમાં કેટલા રૂપિયાનું ચુકવણું કરી શકો છો.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક દિવસમાં યૂપીઆઈથી પેમેન્ટ માટે એક લાખની મર્યાદા નક્કી કરી છે. જ્યારે એમેઝોન પે તેના યુઝરને યૂપીઆઈના માધ્યમથી એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરવાની સુવિધા અને સાથે સાથે મહત્તમ 20 ટ્રાન્ઝેક્શનનો અધિકાર આપે છે. તો ગૂગલ પે થી એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકો છો. જ્યારે ગૂગલ પે તમને એક દિવસમાં મહત્તમ માત્ર 10 ટ્રાન્સઝેક્શન કરવા દેશે. જ્યારે પેટીએમમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. જો કે, એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીની ચૂકવણીની છૂટ પેટીએમ આપે છે. આવી જ બીજી એપ્લિકેશન ફોન પે મારફ્તે તમે એક દિવસમાં મહત્તમ એક લાખ રૂપિયાની ચૂકવણી કરી શકો છો. આ એપ્લિકેશનમાં પણ ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદા નડતી નથી.