ઉત્તરાખંડ અને દેશના ચાર ધામ એવા બદરીનાથ ધામ,કેદારનાથ ધામ,ગંગોત્રી ધામ અને યમનોત્રી ધામ આવે છે. બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે. બદરીધામના કપાટ 27 એપ્રિલના રોજ સવારે 7.10 વાગ્યે દર્શન માટે ખોલી દેવામાં આવશે. શિવરાત્રિ 18 ફેબ્રુઆરીના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી થશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દર વર્ષે અખાત્રીજના દિવસે ખુલે છે. આ વર્ષે અખાત્રીજ 22 એપ્રિલના રોજ છે.
બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર ઠંડીના દિવસોમાં ભક્તો માટે બંધ રહે છે, કેમ કે ત્યાં ખૂબ જ ઠંડી વધી જાય છે, ત્યાં બરફવર્ષા પણ થાય છે. વાતાવરણ સામાન્ય લોકો માટે પ્રતિકૂળ બની જાય ત્યારે મંદિરના કપાટ ખોલવામાં આવે છે. દર વર્ષે ગરમીના દિવસોમાં આ ચાર મંદિરોના કપાટ ભક્તો માટે ખોલવામાં આવે છે અને ઠંડીની શરૂઆતના સમય સુધી ખુલ્લા રહે છે.અને ઠંડી ચાલુ થાય એના પહેલા કપાટ બંદ કરવામાં આવે છે.
બદરીનાથ ધામના કપાટ બંધ થયા પછી અહીં નારદ મુનિ બદરીનાથની પૂજા કરે છે. કપાટ ખુલ્યા પછી અહીં નર એટલે રાવલ પૂજા કરે છે અને બંધ થાય પછી અહીં નારદજી પૂજા કરવા આવે છે. અહીં લીલાઢુંગી નામની એક જગ્યા છે. અહીં નારદજીનું મંદિર છે. કપાટ બંધ થયા પછી બદરીનાથમાં પૂજાનો ભાર નારદમુનિનો રહે છે અને નારદજી પૂજા કરવા આવે છે.
પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુજીએ આ ક્ષેત્રમાં તપસ્યા કરી હતી. ભગવાન જયારે તપસ્યા કરતા હતા ત્યારે માતા મહાલક્ષ્મીએ બદરી એટલે બોરનું વૃક્ષ બનીને વિષ્ણુજીને છાયડો આપ્યો હતો એવી માન્યતા છે. લક્ષ્મીજીના આ સર્મપણથી ભગવાન પ્રસન્ન થયાં.વિષ્ણુજીએ આ જગ્યાને બદરીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું.પૌરાણિક કથા પ્રમાણે, નર-નારાયણે બદરી નામક વનમાં તપ કર્યું હતું. આ એજ સ્થાન છે.મહાભારત કાળમાં નર-નારાયણે શ્રીકૃષ્ણ અને અર્જુનના સ્વરૂપમં અવતાર લીધો હતો.અહીં શ્રી યોગધ્યાન બદ્રી, શ્રીભવિષ્ય બદરી, શ્રી વૃદ્ધ બદરી, શ્રી આદિ બદરી આ બધા સ્વરૂપોમાં ભગવાન બદરીનાથ અહીં નિવાસ કરે છે.અહીં ભક્તો દર્શને આવે છે અને ભગવાનના દર્શન કરીને ધન્ય પ્રાપ્ત કરે છે.