આધાર કાર્ડમાં સરનામું અદ્યતન કરવા માટે ઓનલાઈન કાર્યવાહી કરીને પરિવારના વડાની સહમતી લેવાની રહે છે. જેના અનુસંધાને આધાર કાર્ડમાં સરનામું બદલવામાં સરળતા રહેશે.
આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા ખાસ ઓનલાઈન સુવિધા આપે છે. આ સુવિધા મારફતે આધારકાર્ડ ધારક દ્વારા પોતાનું એડ્રેસ અપડેટ કરવા માટે પરિવારના વડા ની મંજૂરી મેળવીને સરનામું પુરવાર કરી શકાશે. આધારકાર્ડધારકો પાસે પોતાના દસ્તાવેજ ન હોય તો પરિવારના વડા ના ડોક્યુમેન્ટ મારફતે આધાર કાર્ડમાં સુધારા કરાવી શકાશે.
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાને કારણે કરોડો નાગરિકોની સમસ્યાનો અંત આવશે. આ સુવિધામાં 18 વર્ષથી મોટી ઉમરની કોઈ પણ વ્યક્તિ પરિવારના વડા તરીકે પોતાના પિતા કે પુત્ર નોટિફિકેશન મળ્યા ના 30 દિવસમાં ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે.
આધાર કાર્ડ અપડેટ માટે રેશનકાર્ડ, માર્કશીટ, લગ્ન સર્ટિફિકેટ, પાસપોર્ટ વગેરે કે જેમાં આધાર કાર્ડ ધારક અને પરિવારના વડા એમ બંનેના નામ હોય એવા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
પરિવારના વડાનો ફોન નંબર પણ તેમ અપડેટ કરવાનો રહેશે. એ નંબર ઉપર otp આવશે. પરિવારના વડા એ ઓટપ એડ કરીને મંજૂરી આપશે તો જ એમનું આધારકાર્ડનું એડ્રેસ અપડેટ કરવાની પ્રક્રિયા પૂરી થઈ શકશે.
જો પરિવારના વડા સાથે સંબંધની સાબિતી સાથેના દસ્તાવેજ ન હોય તો UIDAI દ્વારા નિય કરવામાં આવેલી પર્ફોર્મમાં સોગંદનામું કરીને આધારકાર્ડ ધારકે પરિવારના વડા સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે.