બીમારી નાના થી લઇ મોટા બધાને આવે છે. તેમાં પણ જણાવીએ તો રાજ્યમાં બાળકોમાં હૃદય રોગની બીમારી વધી રહી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળકોની કાર્ડિયાક સર્જરી વધી છે. તેમાં છેલ્લા બે વર્ષમાં 3200 કાર્ડિયાક સર્જરી કરાઈ છે. જે યુ.એન.મહેતા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. તેમજ 2021-2022માં 1743 બાળકોની કાર્ડિયાક સર્જરી કરાઈ હતી. તથા 2022- 2023માં 1457 બાળકોની કાર્ડિયાક સર્જરી થઇ ગઈ છે.હાજી તો 2023 ની શરૂઆત જ છે ત્યાં આટલી સર્જરી થઇ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સ્કૂલ હેલ્થ યોજનામાં બાળકોની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. તેમાં 732 બાળકોની કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે. તથા 1457 બાળકોની કાર્ડિયાક સર્જરી થઇ છે. જ્યારે 991 બાળકોની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.
યુ.એન.મહેતામાં છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલી કાર્ડિયાક સર્જરી પર એક નજર નાખીએ તો :
- 2018-2019 – 1847
- 2019-2020-1684
- 2020-2021 – 1106
- 2021-2022-1743
- 2022-2023-1457
બાળકો અને પુખ્ત વયના દર્દીની સાથે સિવિલ કેમ્પસની હાર્ટ હોસ્પિટલમાં 2021માં 2.24 લાખ આઉટ ડોર અને 35 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડી હતી, 2022માં કેસના આંકડા વધ્યા છે, આ અરસામાં 2.77 લાખ દર્દીને આઉટડોર અને 40 હજારથી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ છે.આટલા બધા આંકડા ખાલી યુ.એન .મહેતાના જ છે. નાના બાળકોને આ બીમારીથી બચાવવા માટે જંક ફૂડનું સેવન બંદ કરવું જોઈએ.આ આપણા માટે એક દુઃખ ઘટના કહેવાય.