જો તમે કેનેડામાં વસવાટ કરવાનાં સપનાં જોવો છો તો તમારા માટે સારા સમાચાર છે. કેનેડાએ ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસી બનાવવાની યોજનાને (canada visa) પ્રાથમિકતા આપી છે અને 2022માં આ લક્ષ્યને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં કુશળ શ્રમિકોની સંખ્યા વધારવા માટેની યોજના હેઠળ 2022માં 4,31,000થી વધારે ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસીની શ્રેણીમાં સામેલ કર્યા છે.
ઇમિગ્રેશન, રિફ્યુઝી અને સિટિઝનશિપના જણાવ્યા અનુસાર ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસી બનાવવા માટે ટ્રુડો સરકાર દ્વારા નિર્ધારીત 2022ના લક્ષ્યને પૂરું કરી લેવામાં આવ્યું છે. 2021માં 4 લાખ લોકોને કાયમી રહેવાસી બનાવવામાં આવ્યા હતા. કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોને કાયમી કર્યા છે.
ઓન્ટારિયોમાં સૌથી વધુ ભારતીય: 2016થી 2021 સુધી જે ઇમિગ્રન્ટ્સ કેનેડા આવ્યા તેમાં 18.65 ટકા ભારતીયો હતા.
કેનેડામાં ભારતીય લોકોની સંખ્યા 14 લાખ છે. 2021માં 1 લાખ ભારતીયએ હંગામી શ્રમિક તરીકે વસવાટ કર્યો હતો.