વાતમાં ઝાઝુ મોણ નાખ્યા વગર સીધા મુદ્દા ઉપર આવી તો, નોકરિયાતો માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ નોકરી કરો છો તો આ વખતે ભારતમાં કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.8 એટલે કે લગભગ 10 ટકાનો વધારો કરી શકે છે. જે ગત્ વર્ષ 2022 કરતાં વધારે છે. 2022માં કર્મચારીઓના પગારમાં 9.4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે, પગાર વધારાનું ફેક્ટર કર્મચારીના પર્ફોમન્સ ઉપર પણ આધારિત રહે છે. એમ છતાં ટેકનોલોજી ફિલ્ડમાં 10 ટકાથી વધુ વૃદ્ધિની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે, મુખ્ય પ્રતિભા માટેનો પગાર વધારો 15 ટકાથી 30 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં મંદી અને આર્થિક મંદી ચાલી રહી છે. છતાં ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વધી રહી છે.
પગારમાં થનારો આ વધારો સર્વિસ સેક્ટર માટે 9.8 ટકા, વાહનો માટે 9 ટકા, રસાયણો માટે 9.6 ટકા, કન્ઝ્યુમર ગુડ્સ માટે 9.8 ટકા અને રિટેલ માટે 9 ટકા રહેવાનો અંદાજ છે.