ભારતીય ચલણ નહીં સ્વીકારીને કેટલાક લોકો અજાણપણે જ કાયદાની આંટીઘૂંટીને આમંત્રણ આપી બેસતા હોય છે. સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી એક યાદી અનુસાર, નવી છાપવામાં આવતી ચલણી નોટો(banknote) ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. જે અનુસાર ક્લીન નોટ પોલિસી અંતર્ગત લોકોને ચલણી નોટ(banknote) પર કંઈ જ ન લખવાનો આગ્રહ કર્યો હતો. જો કે, આવી અપીલને પરિણામે અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા. જે મુજબ, આ નોટ ઉપર કોઈ વ્યક્તિ, કોઈ પણ પ્રકારનું લખાણ લખે તો તે નોટ ઉપયોગમાં લેવા લાયક રહેતી નથી એવી માન્યતા પ્રવર્તી રહી હતી. એ પછી તો લોકોએ જુદા જુદા અર્થ કાઢીને આવી નોટ, પૂર્ણરુપે નકામી અને બેકાર ગણવાનું શરૂ કરી દીધું.
ચલણી નોટ ઉપર ચલણી નોટ(banknote) ઉપર કોઈ લખાણ લખવાથી તે લીગલ ટેન્ડર મટી જાય છે એવી અફવાનું ખંડન કરતાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું લખાણ કરવાથી તે નોટ નકામી બની જતી નથી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે RBIની નવી પોલિસી અંતર્ગત એવો કોઈ પણ નિયમ જ નથી કે ચલણી નોટ ઉપર કોઈ નિશાન કરવાથી કે કંઈ ઘસવાથી તે નોટ ઈનવેલિડ બની જાય છે.
આ બાબતે સરકાર તરફથી ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘ચલણી નોટ પર કોઈપણ પ્રકારના લખાણથી તે નોટ ગેરકાયદે કે નકામી બનતી નથી.’ જો કે, વધુમાં જણાવાયુ હતું કે RBIની ક્લીન નોટ પોલિસી (clean note policy) અંતર્ગત કોઈપણ ચલણી નોટ વધુ લાંબો સમય વ્યવહારમાં ચાલે એ માટે લોકોને સલાહ આપવામાં આવે છે કે તેમણે નોટ પર કોઈ લખાણ કરવું જોઈએ નહીં. લખાણ લખવાથી ચલણી નોટ નકામી તો બનતી નથી પરંતુ તે જલ્દીથી જીર્ણ બની જાય છે અને તેના કારણે નોટ પાછળ કરવામાં આવેલ ખર્ચ વ્યર્થ જતો હોવાનું જોવા મળે છે.