વ્લાદિમીર પુતિનના ઉત્તરાધિકારી અને રશિયાના ભાવિ president તરીકે પુતિનના જ રસોયા યેવગૅનીને જોવામાં આવી રહ્યા છે.
president russia વ્લાદિમીર પુતિનની તબિયત નાદુરસ્ત હોવાના સમાચારો મળતા રહ્યા છે. બરાબર એવા જ સમયે રશિયામાં એક નવો નેતા ઊભરી રહ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રસોઇયા યેવગેની પ્રિગોઝિનને ભાવિ રાષ્ટ્રપતિની ખુરશી પ્રાપ્ત થાય એવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રસોયા તરીકે સેવાઓ આપી રહેલો 61 વર્ષીય યેવગેની કટ્ટરપંથીઓમાં લોકપ્રિય હોવાનું કહેવાય છે. પુતિનની વધતી વયને યુક્રેન યુદ્ધ માટેની નિષ્ફળતા માટે જવાબદાર ગણાવતા યેવગૅની કટ્ટરપંથીઓમાં પુતિન કરતાં પણ વધુ ખતરનાક મનાઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના યેવગેની રશિયામાં સૌથી શક્તિશાળી બની રહ્યા છે. યુક્રેનના યુદ્ધમાં નિષ્ફળતા માટે રશિયાના સંરક્ષણમંત્રી સેર્ગેઈ શોઇગુની, યેવગેની દ્વારા ખુલ્લેઆમ ટીકા કરવામાં આવી રહી છે. કોઈ અગમ્ય કારણોસર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેનો વિરોધ નથી કરતાં.
યેવગેનીનો ભૂતકાળ પણ જાણવા જેવો છે. તેનો જન્મ 1 જૂન 1961ના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો. યેવગેની પણ પુતિનની માફક સેન્ટ પીટર્સબર્ગમાં જ મોટા થયા છે. જો કે, યેવગેનીને 1981માં મારામારી, લૂંટ અને છેતરપિંડીના કેસમાં દોષીત ઠરવવામાં આવ્યો હતો. આ આરોપમાં યેવગૅનીને 13 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. દરમિયાન સોવિયત સંઘના પતનના 9 વર્ષ પછી યેવગેનીને મુક્ત કરવામાં આવ્યો હતો. યેવગેનીએ જેલમાંથી બહાર આવ્યા પછી હોટ ડોગનો સ્ટોલ શરુ કર્યો હતો. યેવગૅનીએ પાછળથી માટે એક રેસ્ટોરન્ટ શરુ કર્યું હતું.