રાત્રે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની બીમારી હોય છે. નિશાચરની જેમ આખી રાત જાગતા રહેતા લોકોને માનસિક થાક અને ત્યાર પછી તણાવનો અનુભવ થાય છે. આવા તનાવમાંથી મુક્તિ મેળવવાના આ રહ્યા કેટલાક રસ્તાઓ.
ગાઢ ઊંઘ માણવા માટે તમે રૂમમાં એલોવેરાનો છોડ રાખો. અનિદ્રાથી પીડાતા લોકો માટે આ છોડ બેસ્ટ છે. એલોવેરાને તમારા ડ્રોઇંગ રૂમ, બેડરૂમમાં લગાવી શકો છો. એલોવેરા રાત્રે ઓક્સીજન બનાવે છે. જેના કારણે તમારા રૂમના વાતાવરણ સારું રહે છે.
સારી ઊંઘ લાવવા માટે તમે ઇચ્છો તો રૂમમાં સ્નેક પ્લાન્ટ રાખી શકો છો. સ્નેક પ્લાન્ટ નેચરલ એર પ્યોરીફાયરની માફક કામ કરે છે. તે રાત્રે ઓક્સીજન છોડતું હોવાને કારણે તમને સારી ઊંઘ પણ આવી શકે છે. હવામાં રહેલા જાઇલીન, ટ્રાઇક્લોરોએથિલિન, ટોલ્યૂનિ, બેંઝીન અને ફોર્મલડિહાઇડ જેવા કેટલાક રાસાયણિક તત્વો ને દૂર કરવાનું કામ સ્નેક પ્લાન્ટ કરે છે.
તમારા બેડરૂમમાં લવન્ડરનો છોડ પણ રાખી શકો છો. લવન્ડરની સુગંધ તમને રિલેક્સ કરવા સાથે આરામ આપવાનું કામ કરે છે. લવન્ડરનો છોડ બેડરૂમમાં મુકવાથી તો સુગંધ સારી આવે જ છે, સાથે સાથે માનસિક શાંતિનો અનુભવ પણ થાય છે.
આવા ઉપાયો અજમાવીને તમે ગાઢ ઊંઘ માણી શકશો જેના પરિણામે તમને બેચેની લાગવી, થાક લાગવો, કામમાં મન ના લાગવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકશે. જેના પરિણામે સવારે તમે ઊઠશો ત્યારે મસ્ત ફ્રેશ હોવાને કારણે તમારા દરેક કાર્ય તમે ઉત્સાહથી કરી શકશો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.