સ્કિપિંગ એટલે કે દોરડા કૂદીને વજન કેવી રીતે ઓછું કરવા માંગતા લોકો માટે ખાસ ટિપ્સ રજૂ કરીએ છીએ.
સ્પોર્ટ્સ અને ફિટનેસ સાથે સંકળાયેલા તમામ લોકો તેમના વર્કઆઉટમાં દોરડા સ્કિપિંગનો સમાવેશ કરે છે. દોરડા કૂદવાથી આખા શરીરને કસરત મળી રહે છે. દોરડા કૂદવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. એટલું જ નહીં, શરીર માટે સંપૂર્ણ કસરત છે. રોજ દોરડા કૂદવાથી હૃદય સ્વસ્થ રહે છે. એકાગ્રતામાં વધારો થાય છે. તદુપરાંત, દોરડા કૂદવાથી સ્ટેમિના વધે છે અને શરીર લચકદાર બને છે. દોરડા કૂદવાથી માત્ર વજન જ નથી ઉતરતું. સાથે સાથે આખા શરીરની કસરત પણ થાય છે.
બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર, પ્રીતિ ઝિન્ટા વિગેરેને તાલીમ આપનારા ડૉ. મિકી મહેતાએ કહ્યું છે કે, દરરોજ દોરડા કૂદવાથી તમારું વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તમે કોઈ પણ આડઅસર વિના ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો તમારા વર્કઆઉટમાં દોરડા કૂદવાનું ચોક્કસ સામેલ કરો.
ચાલો જાણીએ દોરડા કૂદવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
દોરડા કૂદવા એ સ્વાસ્થ્ય માટે માટે સારું છે. સ્કિપિંગ હૃદયને સ્વસ્થ રાખે છે. કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ માટે આ એક શ્રેષ્ઠ કસરત છે. આમ કરવાથી ફેફસાંની ક્ષમતા સુધરે છે. તમે દરરોજ આ કસરત કરી શકો છો. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકોએ છ અઠવાડિયા સુધી દરરોજ માત્ર દસ મિનિટ દોરડા કૂદવામાં ગાળ્યા હતા તેઓની કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ એ જ સમયગાળા દરમિયાન જોગર્સ જેટલી જ હદે સુધારી હતી.
દોરડા કૂદવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઝડપથી ઘટે છે. આ કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને પેટની પણ ચરબી ઓછી થાય છે. દોરડા કૂદવાથી 15 મિનિટમાં 300 જેટલી કેલરી બર્ન થાય છે.
દોરડું કૂદવું મગજના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે.
દોરડા કૂદવા એ એક એવું ફૂટવર્ક છે જે તમને ખૂબ જ ચપળ અને સજાગ રાખે છે અને એકાગ્રતા વધારે છે.