આજે બાળકોમાં પરીક્ષાની ચિંતાએ હદે હાવી થઇ જાય છે કે, બાળકો ક્યારેક તો depression નો ભોગ બની જાય છે. તો બાળકોમાં hypertensionનું મુખ્ય કારણ પરીક્ષાઓ છે. અને નાની ઉંમરે બાળકોને આવે છે heart attack,
આજકાલ કોઈપણ બાળકના ડાયટમાં પિત્ઝા-બર્ગર, પોટેટો ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ હવે ડાયટનો એક ભાગ બની ગયા છે. અભ્યાસના દબાણની સાથે સાથે આ પ્રકારનું ડાયટ નાના બાળકોને બીમાર કરી રહ્યાં છે.
એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે ભારતમાં 10 થી 12 વર્ષની વય જૂથના 35% બાળકો અને 13 વર્ષથી વધુ ઉંમરના 25% બાળકો hypertensionની ઝપેટમાં આવી ચૂક્યાં છે.ભારતમાં દર 3 કે 4 બાળક પૈકી 1 બાળકમાં હાઈ બ્લડ પ્રેશરની બીમારી જોવા મળી રહી છે. 13 વર્ષથી ઉપરના બાળકોમાં BP 130/80 થી ઉપર હોય તો તેને હાઈપરટેન્શન ગણવામાં આવે છે.બાળકોમાં hypertension માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળે છે. તે પણ એક માન્યતા છે કે માત્ર શહેરી વિસ્તારોમાં વધુ વજનવાળા બાળકોને હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે.પણ એવું નથી ગામડામાં પણ વધુ વજનવાળા બાળકોને હાઈ બ્લડ પ્રેશર છે.
અમેરિકા અને યુરોપિયન દેશોમાં ઘણા બધા બાળકો મેદસ્વી છે, તેથી જ તેમને હાઇપરટેંશન વધુ હોય છે આ તથ્યને કારણે જ આપણા દેશમાં વધુ વજનવાળા બાળકને સ્વસ્થ ગણીને આપણે તેના વજન પર ધ્યાન આપતા નથી અને તેનું બ્લડ પ્રેશર ચેક કરાવતા નથી.
બાળપણમાં જે બાળકો હાઇપરટેંશનથી પીડિત હોય છે. તે બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે અનેક બીમારીનો ભોગ બને છે. આ જ કારણ છે કે, 25થી 40 વર્ષનાં લોકોમાં હાર્ટ અટેક, કિડની અને બ્રેન હેમરેજ જેવી સમસ્યાઓ આવે છે.
હવે તો બાળકોને BPની દવા પણ લેવી પડે છે. વાંચીને આંચકો લાગ્યો ને, પરંતુ આ સાચુ છે, બાળકોને હાઇ બ્લડ પ્રેશરની બીમારી કેમ થઇ રહી છે, આ પાછળ શું કારણ હોઇ શકે છે, પરંતુ તે પહેલાં ચાલો હાઈપરટેન્શનની મૂળભૂત બાબતો વિષે સમજી લઇએ.
ડોક્ટરો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર માપે છે, ત્યારે તેઓ વાસ્તવમાં ધમનીઓમાંથી વહેતા લોહીના દબાણને માપતા હોય છે.બ્લડપ્રેશર રીડિંગ પરથી ખબર પડે છે કે હૃદય કયા બળથી લોહી પમ્પ કરે છે. આ રીડિંગ બે પ્રકારના blood pressure માં જોવા મળે છે – સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક.
સિસ્ટોલિક પ્રેશર ડાયસ્ટોલિક પ્રેશરપંપ દરમિયાન જ્યારે હાર્ટ સંકોચાઇ છે, ત્યારે ધમનીની અંદરથી blood pressure નો ફોર્સ માપવામાં આવે છે.હાર્ટ બીટ દરમિયાન જ્યારે હાર્ટ આરામ કરે છે ત્યારે ધમનીની અંદરથી બ્લડપ્રેશરનો ફોર્સ માપવામાં આવે છે.જેમાં હૃદય ખુબ જ ફાસ્ટ ધડકે તો તેનું બીપી હાઈ હોઈ શકે છે.
ભારતમાં છેલ્લાં 15 વર્ષમાં ડાયટમાં ઘણો ફેરફાર જોવા મળ્યા છે. જેમાં પણ ખાસ કરીને બાળકો રેડી ટુ ઈટ ફૂડ એટલે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના વ્યસની બની ગયા છે.આ ફૂડમાં ઘણા બધા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.આ નાસ્તામાં મીઠું અને ખાંડ હોય છે. ચિપ્સ, કેન્ડી, સોડા, કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, સૂપ, પિત્ઝા વિથ નૂડલ્સ, હોટડોગ્સ, બર્ગર જેવા રેડી ટુ ઈટ ખોરાક અને પીણાંના સેવનથી બાળકોમાં બ્લડ પ્રેશર વધી રહ્યું છે.ઘણા બાળકોને પિત્ઝા, બર્ગર જેવા ફૂડ ના મળે તો તેઓ ખુબ બેચેની અનુભવે અને તેમનો સ્વભાવ પણ ચીડીઓ બની જાય છે.
ભારતીયો પહેલાથી જ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મીઠાનું સેવન કરતા હોય છે. દરેક વ્યક્તિએ ડાયટમાં 3 ગ્રામથી વધારે મીઠું ન લેવું જોઈએ, પરંતુ ભારતમાં સરેરાશ વ્યક્તિના ખોરાકમાં 8 થી 10 ગ્રામ મીઠું હોય છે.ભારતમાં 8 રાજ્યમાં બીજા રાજ્યોની તુલનામાં 35%બાળકોમાં હાઇપરટેંશન વધારે છે.છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડ આ 8 રાજ્યના લોકો બીજા રાજ્યોની તુલનામાં વધારે મીઠું ખાય છે.સામાન્ય રીતે તો, બાળકોમાં હાઇપરટેંશનના કોઈ લક્ષણો જોવા મળતા નથી. બ્લડ પ્રેશર ચેક કરીએ ત્યારે ખબર પડે છે.જ્યારે બાળક હાઇપરટેંશનના બીજા તબક્કામાં પહોંચે છે, ત્યારે બાળકોમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આજના સમયમાં બાળકો મોબાઇલ અને લેપટોપમાં વધુ સમયગાળે છે, સ્ક્રીનનો સમય વધવાથી બાળકોની આંખો પર સૌથી વધુ અસર થાય છે.બાળકોમાં અગાઉ 1.9 કલાકનો સ્ક્રીન સમય હતો, જે વધીને 3.9 કલાક થઇ ચુક્યો છે.સ્ક્રીન સમયની અસર બાળકોના શરીરના મેટાબોલિઝમ પર પડી અને હાઈપરટેન્શન પર પડી છે. બાળકો શારીરિક પ્રવૃત્તિઓ પણ બરાબર કરતા નથી.તેઓ વધુમાં વધુ સમય મોબાઈલ કે ટીવી જોવાનું પસંદ કરી રહ્યા છે.
બાળકને High Blood Pressure હોવાની ખબર ત્યારે પડે છે જ્યારે BP ખૂબ હાઈ થઈ ગયેલું હોય છે. આ પછી બાળક અનેક પ્રકારની ફરિયાદ કરે છે, જેમ કે માથું ભારે થવું, સામાન્ય હવામાનમાં પણ પરસેવો થવો ,ચીડિયાપણું, નબળી માનસિક સ્થિતિ, ઉલ્ટી. જ્યારે બાળકોમાં આ લક્ષણો જોવા મળે છે ત્યારે ત્યારે તેમની તપાસ કરાવવી જોઈએ.બાળકોમાં hypertensionની સીધી અસર તેમની કિડની પર પડે છે.
બાળકોને અભ્યાસના દબાણ સાથે સંઘર્ષ કરવો પડતો હોય છે. તેમના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ પણ હોય છે. માતા-પિતા તેમના બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. જેના કારણે બાળક દબાણમાં રહે છે. જો પરિણામ તે અનુસાર નહીં આવે તો શું થશે આજ ચિંતા hypertension નું કારણ બને છે.આ તણાવને દૂર કરવા માટે માતા-પિતાએ બાળકની લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો પડે તેવી સ્થિતી હોય છે. આ સાથે જ કેટલીક TIPS પણ અપનાવવી જોઈએ. બાળકનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો, બાળકને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રાખવું, બાળક ઓવર ઇટિંગ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું અને મીઠું ખાવાનું ટાળવું જોઈએ.બાળકોની શારીરિક પ્રવૃત્તિ વધારવી જોઈએ, તંદુરસ્ત આહાર લેવો અને બાળકનું નિયમિત hypertension સ્ક્રીનીંગ કરાવવું જોઈએ.બને તો બાળકોને યોગા કરાવો જેથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય.