પેટની અનેક મુશ્કેલીઓનો ઉપાય છે રસોઈની 1 વસ્તુ, જાણો ઉપયોગની રીત
હિંગ અને ગરમ પાણી નો ઉપાય કરશે કમલ
હિંગ અને દેશી ઘીનો કોમ્બિનેશન ભગાડશે ગેસ
હિંગ અને સરસિયાનું તેલ બ્લોટિંગ અને કબજીયાત લાભદાયી
માણસના દિલ સુધી પહોંચવાનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય છે. મતલબ કે સારું સારું ભોજન કરાવવાથી કે નવી નવી વાનગીઓ ખવડાવવાથી મોત ભાગના લોકો ખુશ થઈ જતાં હોય છે. એટલું જ નહીં, આવું સારું સારું કે નવું નવું કે ભાવતું મળે ત્યારે મોટા ભાગના લોકોને કાબૂ રાખવો મુશ્કેલ પડી જતો હોય છે. પરિણામે ખોરાકનું પ્રમાણ વધી જાય છે. હોજરીની જરા પણ દયા ખાધા વગર ઠાંસી ઠાંસીને ખાધેલું જ્યારે પેટમાં જઈને ઉભૂ થાય ત્યારે, માણસને સુવા કે બેસવા તો ઠીક, ઊભા રહેવાના હોશ પણ રહેવા નથી દેતું. હોજરીનો વિચાર કર્યા વગર ખાધેલું ભોજન પેટદર્દ, એસિડિટી, ગૅસની તકલીફ અને કબજીયાત પેદા કરે છે. જ્યારે તકલીફ વધે ત્યારે પેટની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે વિદેશી દવાની મદદ લો છો. તેના બદલે તમારા જ રસોડામાં રહેલી એક ઔષધિને ટ્રાય કરવાથી તમે દર્દમાંથી તરત જ રાહત મેળવી શકશો.
રસોડામાં રહેતી હિંગ એક એવી વસ્તુ છે જે અનેક વાનગીઓનો સ્વાદ વધારે છે. હિંગ માત્ર પેટ નહીં, હાર્ટ અને દાંત ની સાથે જોડાયેલી મુશ્કેલીઓનો પણ કારગર ઉપાય છે. આ કફ, આંતરડા અને પિત્તનું ફંક્શન સારું કરે છે. હિંગથી પિતદોષ બેલેન્સ કરી શકાય છે અને ડાયઝેશન સારું રાખવામાં મદદ મળી રહે છે.
પેટ માટે હિંગનો લેપ લાભદાયક માનવામાં આવે છે.
ગરમ પાણી સાથે હિંગને મિક્સ કરીને બનાવેલી પેસ્ટને નાભિની આસપાસ હળવા હાથથી માલીસ કરવાથી પેટની સમસ્યામાં રાહત મેળવી શકશો.
શુધ્ધ ઘી અને હિંગનું કોમ્બિનેશન પણ પેટ માટે ગુણકારી માનવામાં આવે છે. તે ગેસ અને કબજીયાત ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી હિંગને દેશી ઘી સાથે ગરમ કરીને નાભિની આસપાસ હળવા હાથથી માલીસ કરો તમે પેટની સમસ્યા ને રાહત મેળવી શકશો
આવી જ રીતે હિંગ અને સરસિયાનું તેલ પણ લાભદાયી મિશ્રણ છે. જે કબજીયાત, પેટ દર્દ, ગેસ જેવી સમસ્યામાં રાહત અપાવશે.