શિયાળો એટલે ખૂબસૂરત ઋતુ. મગજને ફ્રેશ કરનારી ઋતુ. આ સિઝનમાં વસાણા એટલે કે ગૂંદર અને મરી મસાળથી ભરપૂર પૌષ્ટિક વાનગીઓ ખાવાની લહેર પડી જાય.
આખા વર્ષ માટે આરોગ્યપ્રદ રહેવાની ઋતુ એટલે શિયાળો. જો કે ઠંડીની સિઝનમાં લોકોને અનેક સમસ્યાઓ પણ સત્તાવતી હોય છે. એ જ રીતે શિયાળામાં સાઇનસના દર્દીઓની સમસ્યાઓમાં પણ વધારો થવા લાગે છે. આ સિઝનમાં ઠંડા પવનો સાઇનસની સમસ્યામાં વધારો કરે છે. સાઇનસ એટલે એલર્જી, બેક્ટેરિયલ ચેપ અથવા શરદીને કારણે થઈ શકે છે. શિયાળામાં ઠંડી વસ્તુઓના વધુ પડતા સેવનથી અને ઠંડા વાતાવરણને કારણે આ સમસ્યામાં વધારો થાય છે.
સાઇનસને કારણે નાક બંધ રહે છે અને નાક અને છાતીમાં કફ જામવા લાગે છે. સાઇનસને કારણે માથાનો દુખાવો પણ થાય છે. એટલું જ નહિ, જડબા અને આંખો પાસે પણ દુખાવો થાય છે. ક્યારેક નાક અને તેની આસપાસમાં સોજો આવવા લાગે છે.
સાઇનસ ઇન્ફેક્શનને કારણે નાક બંધ થઈ જાય છે અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો વ્યક્તિ ગૂંગળામણ શરૂ કરે છે. તમે પણ જો શિયાળામાં સાઇનસથી પરેશાન હોવ તો કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવો. આ ઘરગથ્થુ ઉપચારો મૂળમાંથી સાઇનસનો ઉપચાર કરશે અને શરદીમાં પણ રાહત આપશે એમ બેમત નથી.
સાઇનસની સમસ્યા વાળા લોકોએ અનુલોમ – વિલોમ, ભસ્ત્રિકા અને કપાલભારતિ કરવી જોઈએ. આ ત્રણેય પ્રાણાયામની એવી કસરતો છે કે જે શ્વાસોશ્વાસની સ્થિતિમાં સુધારો કરશે અને સાઇનસની સમસ્યામાં રાહત આપશે. કપાલભાતિ દરમિયાન, તમારે પેટને સંકોચન કરવું પડે છે, જ્યારે ભસ્ત્રિકામાં, તમારે છાતી અને ફેફસાં પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભસ્ત્રિકા યોગ દરમિયાન, વ્યક્તિએ શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે બળ લગાવવું પડે છે.
કફ માટે એક્યુપ્રેશર એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાની પણ મોટી ભૂમિકા છે. Sinus infection treatment સાઇનસથી છુટકારો મેળવવા માટે બંને હાથની આંગળીઓના ઉપરના ભાગે દબાવો, તમને ઘણો ફરક અનુભવાશે. સાઇનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાળી પાડો તો પણ તમને ફરક લાગશે.
સાઇનસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે 20 ગ્રામ કાળા મરી, 100 ગ્રામ બદામ અને 50 ગ્રામ સાકર લઈને, બધી વસ્તુઓનો ઝીણો પાવડર બનાવી એક નાની બરણી કે ડબ્બામાં ભરી લો. આ મિશ્રણનું દરરોજ રાત્રે દૂધ સાથે સેવન કરો.
સાઇનસના દર્દીઓએ ધ્યાન આપવા જેવી કેટલીક ટિપ્સ:
દર્દીએ ઠંડુ પાણી બિલકુલ ન પીવું.
વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
પ્રાણાયામ તથા યોગના માધ્યમથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો.