ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું હવે સામાન્ય થઇ ગયું છે. પછી તે ઓફિસ હોય કે રિમોટ વર્કિંગ પ્લેસ. કોઈપણ કામ દરમિયાન કોઇ પણ ગતિવિધિ વગર સતત 8 કલાક બેસીને કામ કરે છે. અને લાંબા સમય સુધી બેસી રહે છે તેના મગજ પર માઠી અસર પડે છે. તેની યાદશક્તિ ઘટે છે, જેને કારણે ઘણી વખત તમે જરૂરી વાત પણ ભૂલી જાઓ છો. હમણાં થયેલા નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવા લોકોએ દિવસમાં અંદાજે 3 કલાક સુધી ઊભા રહેવું જરૂરી છે. તેનાથી જીવનનું આયુષ્ય પણ વધે છે
એક રિસર્ચ અનુસાર ઊભા રહેવાથી લોહીમાં સુગરનું સ્તર ઘટે છે. હૃદયરોગનું જોખમ પણ ઘટે છે અને જે લોકો 8 કલાકથી વધુ સમય સુધી બેસી રહે છે તે લોકોને તણાવ અને થાકનો એહસાસ થઈ છે. અને જો એની સાથે તે લોકો 3 કલાક ઉભા રહેશે તો તેમને કોઈ તણાવ કે થાકનો અનુભવ પણ નહિ થાય. ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ વેલબીઇંગ લીડના માઇલાર્ડ હોવેલ અનુસાર સતત બેસી રહેવાથી માનસિક, સ્વાસ્થ્ય તેમજ યાદશક્તિ પર નકારાત્મક અસર પડે છે.
લાંબા સમય સુધી બેસી રહેવાથી મેડિયલ ટેમ્પોરલ લોબને નુકસાન થાય છે. જે મગજનો એ ભાગ છે જ્યાં યાદશક્તિ હોય છે.અને ઊભા રહેવાથી ન્યૂરલ એજિંગની સમસ્યા પણ ઓછી થાય છે.લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના દરેક ભાગમાં રક્તસંચાર પર પણ અસર કરે છે. મગજમાં લોહી ઓછું પોહચવાથી ઓક્સિજન તેમજ પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. આમ સતત એક જગ્યાએ બેસી રહેવાથી મગજ ઉપર અસર થાય છે.
આમ ના થાય તે માટે દર અડધા કલાકે ૨ મિનિટ ઉભા થઇને ફરવું. જેનાથી મગજને થોડી રાહત થાય અને સ્વસ્થ રહે. તેનાથી મગજમાં રક્તનું પરિભ્રમણ વધે છે. તેનાથી મગજ લોકોને વસ્તુઓની ઓળખ કરવા માટે મદદ કરે છે.