રંગવિહીન દુનિયા અને રંગીન દુનિયાની સરખામણી કરવામાં આવે તો રંગીન દુનિયા જ જીતી જાય એમાં બેમત નથી. માણસને સૂનું આકાશ જોવા કરતા મેઘધનુષ્યના રંગો જોવાનું વધારે પસંદ પડે છે. એ જ રીતે, માણસના શરીર ઉપર શોભી રહેલા રંગબેરંગી વસ્ત્રોથી માણસ દીપી ઉઠી છે. તો માત્ર એક જ કલરમાં રહેલા નખને વિવિધ રંગોથી શણગારવાની ઈચ્છા માણસના જીવંત અને ચંચળ મનની સાક્ષી પુરે છે.
ફેશન જગતમાં રંગથી લઈને ડિઝાઇન સુધી બધું જ બદલાવા લાગ્યું છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં આજના સમયમાં Nail polish છોકરીઓના જીવનનો એક હિસ્સો બની ગયું છે. નેઇલપોલિશમાં પણ નિતનવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે.
Nail paint કે જેને હવે અર્વાચીન સમયમાં નેઇલ પેઇન્ટ્સ પણ કહેવામાં આવે છે. આ નેઇલ પેઇન્ટનું વાર્ષિક ટર્નઓવર વિશ્વભરમાં 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વર્ષ – 2023માં નેઇલ પેઇન્ટ લવર્સ કયા રંગની પસંદગી કરશે એની અટકળો ક્યારની શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ કે આ વર્ષે નેઇલપેઇન્ટમાં કયો કલર લોકપ્રિય રહેશે.
વર્ષ – 2023માં બ્રાઈટ અને બોલ્ડ નેઇલ પોલિશ ટ્રેન્ડમાં રહેશે
ફેશન એક્સપર્ટસ અને સેલિબ્રિટીઓ ઉપરાંત નેઇલ આર્ટિસ્ટ્સ દ્વારા વર્ષ 2023 માટે તેમના મનપસંદ નેઇલ કલરની જાહેરાત કરવામાં આવી છે.
તો કેટલીક અગ્રણી કંપનીઓ, આખા વર્ષ દરમિયાન કયો રંગ લોકપ્રિય રહેશે નક્કી કરતી હોય છે. અમેરિકા સ્થિત પેન્ટોન કલર સંસ્થા દ્વારા દર વર્ષે “કલર ઓફ ધ યર” જાહેર કરવામાં આવે છે. જો કે સમગ્ર વર્ષ દરમિયાન રંગ સાથે સંકળાયેલા લોકોના વર્તનને ધ્યાનમાં લીધા પછી જ કંપની રંગ નક્કી કરે છે. ફેશન અને બ્યૂટી ઇન્ડસ્ટ્રીઝ પછી એ રંગની આસપાસ તેમનાં ઉત્પાદનો બનાવે છે.
2023 માં પણ જુના કલરો તો ટ્રેન્ડિંગમાં રહેશે જ. ઉપરાંત નવા કેટલાક પણ ફેરફારો કરવામાં આવ્યા છે. કેટલાક નવા નેઇલ ટ્રેન્ડ અને શેપ પણ આ વર્ષે યુવતીઓમાં લોકપ્રિય થવાની અપેક્ષા સેવાઈ રહી છે. વર્ષ 2023ના ફેશન શો માટે કેટલાક ડિઝાઇનરોએ તેમના મોડલ્સ માટે નેઈલની વિવિધ સ્ટાઇલ કરી હોવાને કારણે એ ચાલુ વર્ષે ટ્રેન્ડિંગમાં રહેશે. આ વર્ષે આલ્મન્ડ શેપ પણ યુવતીઓનો ફેવરિટ રહેશે