સ્વસ્થ રહેવા માટે ઓફિસમાં પૌષ્ટિક આહારનું સેવન કરતા લોકો, સહકર્મચારીઓ ને સ્વસ્થ આહાર આરોગવાની પ્રેરણા પુરી પડી રહ્યા છે. સારા અનુકરણ માનવીને ફાયદો કરાવે છે. જો તમારી આસપાસના લોકોની સારી આદતો તમને પ્રેરણા આપે તો એ પ્રેરણાથી તમને ચોક્કસ લાભ જ થશે.
તમારી ઓફિસમાં કામ કરતા સહકર્મી લંચમાં ફળ અને લીલા શાકભાજી ખાતા હોય તો તેમને જોઈને તમને પણ પૌષ્ટિક આહાર લેવાની ઈચ્છા થશે એ સ્વાભવિક છે. જર્મનીની કોલોન યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જોવામાં આવ્યું કે જે કર્મચારીઓ ઓફિસના લંચ ટાઈમ દરમિયાન ફળ અથવા ઘરનું ભોજન આરોગતા હતા, તેમને અનુસરીને તેમના સહકર્મચારીઓ પણ જંકફૂડ છોડીને ઘરનો આહાર લેવાનું શરૂ કરી દીધું.
રિસર્ચ માં એવું જોવા મળ્યું કે સાત્વિક અને પૌષ્ટિક ભોજન આરોગનારા લોકોનું અનુકરણ તેના પરિવારના સભ્યો તથા આસપાસના લોકો પણ કરી રહ્યા હતા. આ રીતે સારી આદતોથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ જંકફૂડ નો ત્યાગ કરી દીધો હતો. અંદાજે આ રિસર્ચ 113 જેટલી કંપનીના કર્મચારીઓ પર કરવામાં આવ્યો હતો. જેના સંશોધનના તારણ સ્વરૂપે લોકો ફળ અને શાકભાજી ખાનારા કર્મીઓનું અનુકરણ કરી રહ્યા છે તે સામે આવ્યું હતું.
એક વ્યક્તિ તેના મોટા ભાગનો સમય તેમના સહકર્મીઓ સાથે પસાર કરતો હોય છે, કામના કલાકો દરમિયાન વધુ સમય એકબીજાની સાથે વિતાવે છે. પરિણામે જે વ્યક્તિ સાથે આપણે વધારે સમય વિતાવીએ છીએ તેમનું અનુકરણ કરવાની શક્યતાઓ બમણી થઈ જતી હોય છે.
113 સંસ્થાઓના 4 હજારથી વધુ કર્મચારીઓ પર થયેલા રિસર્ચના પરિણામ સ્વરૂપે જાણવા મળ્યું છે કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પાસે વ્યાયામ કરવાનો અથવા પોતાના સ્વાસ્થ્યની જાણવણી રાખવાનો પર્યાપ્ત સમય રહેતો નથી.