ભારતમાં પણ વિદેશી વિચારો ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. પતિ પત્નિ બંને નોકરી કરતાં હોવાથી સમયનો અભાવ રહેતો હોય છે. આવા સંજોગોમાં રસોઈ બનાવવા માટે સમયની ચારે અછત રહે છે. ત્યારે રવિવારનો સદુપયોગ કરીને એક સાથે વધુ રસોઈ બનાવીને તેને ફ્રીજમાં મૂકી દેવાનું હવે ભારતીયોને પણ યોગ્ય લાગી રહ્યું છે. જો કે, અમેરિકા જેવા ઠંડા પ્રદેશ અને ભારત જેવા ગરમ પ્રદેશ વચ્ચે તફાવત હોવાને કારણે, અહી રાંધેલો ખોરાક ફ્રીજમાં કેટલો સમય રાખી શકાય એ બાબતે તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે.
ભારતમાં રાંધેલો ખોરાક ચાર થી પાંચ દિવસ સુધી ફ્રિજમાં સારો રહે છે. જો કે, ત્યાર પછી બેક્ટેરિયા થવા લાગે છે. બેક્ટેરિયા આવા ખોરાકના દેખાવ કે સ્વાદ ઉપર અસર નહીં કરતાં હોવાને કારણે, ખોરાક બગડી ગયો હોવાની ખબર પડી શકતી નથી. એમ છતાં આવો જૂનો ખોરાક ખાવો હિતાવહ નહી હોવાનું નિષ્ણાત દ્વારા જણાવવામાં આવે છે. અગાઉથી તૈયાર કરેલા અને બે – ચાર દિવસ બાદ તેને ફ્રિજમાંથી કાઢીને, ગરમ કરીને તે ખોરાકનું સેવન કરીએ છીએ. આ સમયે આપણે એ ભૂલી જઈએ છીએ કે તે આવો ખોરાક આપણા શરીર માટે ફાયદાકારક છે કે નહીં. કેટલીક વખત સમયની અછતને કારણે, આપણે વધુ ખોરાક રાંધીને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી દઈએ છીએ. કેટલાક ડાયેટિશિયનો રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાની ભલામણ કરે છે.
એમાં પણ બે મત પ્રવર્તે છે.
(1 ) કેટલાક લોકોના કહેવા મુજબ ફ્રીજમાં ખોરાક રાખવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. તો
(2 ) કેટલાક લોકોના કહેવા મુજબ રાંધતી વખતે જ વધુ પડતાં ઉષ્ણતામાનમાં ગરમ થવાને કારણે જ ખોરાકના પોષક તત્વો નાશ થઈ ગયેલા હોય છે.
જેથી રેફ્રિજરેટરમાં રાખવાથી ખોરાક પોતાના પોષક તત્વો ગુમાવતો હોવાની માન્યતાને મગજમાંથી કાઢી નાંખવી જોઈએ.
બીજા ખોરાકની વાત કરી તો, ફ્રોઝન કરેલો ખોરાક તો ફ્રિજમાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આવા ખોરાકને બેક્ટેરિયા કોઈ નુકશાન પહોંચાડી શકતા નહીં હોવાનું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફ્રીઝરમાં ખોરાક છ મહિના સુધી રહી શકે છે. જો કે, ભારતીય ખોરાક મસાલેદાર, ખાટો અને ખારો હોય છે.
રાંધેલો ખોરાક ફ્રીજમાં કેટલો સમય ચાલે એ બાબતે વાત કરી તો, જાણીતા ન્યુટ્રિશનિસ્ટના મતે રેફ્રિજરેટરમાં રાખેલ ડેરી ઉત્પાદનો અને ઇંડા જેવા નાશવંત ખોરાકનો ઉપયોગ એક અઠવાડિયામાં કરી શકાય છે. તો ફળો અને શાકભાજી જેવા બિન નાશવંત ખોરાકને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં સાચવી શકાય છે.